બનાસકાંઠામાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો- જુઓ LIVE CCTV ફૂટેજ

Published on Trishul News at 12:31 PM, Wed, 9 August 2023

Last modified on August 9th, 2023 at 5:49 PM

Bull hit the bike rider: હાલ રાજ્યમાં રખડતાં ઢોરોનો આતંક દિવસે દિવસે ખુબ વધી રહ્યો છે. ગઇકાલે જ વિસનગરથી બે આખલાઓએ બાઇક ચાલક દંપતીને અડફેટે લીધાના(Bull hit the bike rider) ચોંકાનારા CCTV સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક CCTV ધાનેરાથી સામે આવ્યા છે. આ CCTV જોતા લાગે છે કે હવે રોડ પર વાહન હંકારતી વખતે ઘણું વિચારવું પડશે.

ચાલકનો જીવ પણ જઇ શકતો હતો
આજે ધાનેરાથી સામે આવેલા CCTVમાં દેખાઇ રહ્યું છે કે, ધાનેરા થરાદ હાઇવે પર બે આખલાઓ રોડ પર શાંત ઉભા હોય છે અને વાહનોની અવર જવર ચાલું હોય છે. ત્યારે અચાનક એક આખલો બીજા આખલાને શિંગડે મારે છે. તે દરમિયાન બાઇક લઇને જતાં એક યુવક પર ચડી જાય છે.મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. CCTVમાં જોવા મળે છે કે જો એક સેંકન્ડ માટે બાઇક ન નીકળ્યું હોત તો આખલો બાઇક ઉપર જ પડ્યો હોત અને ચાલક પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે.

બાઇકને તોફાને ચડેલા આખલાએ અડફેટે લીધું
વિસનગરનમાં આવેલી પાલડી ચોકડી પર વડનગર તરફ જતા રોડ પર તોફાને ચડેલા આખલાએ એક બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર દંપતી સહિત પુત્રને ઇજાઓ પહોંચતા ત્રણેયને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જેમાં બાઇકચાલકને અડફેટે લેતાં લોકોનાં ટોળા ઊમટી પડ્યાં હતાં. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યું
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે જોવા મળી રહ્યો છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્રણ ચાર દિવસ અગાઉ શહેરના સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરી બાળકને છોડાવ્યું હતું, જેના CCTV પણ સામે આવ્યા હતા.

Be the first to comment on "બનાસકાંઠામાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો- જુઓ LIVE CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*