સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં સ્થિતિ વધુ વણસી છે. ડોક્ટર તથા વેપારીએ પણ રાજ્યમાં લોકડાઉન લગાવવાની તરફેણ કરી છે. આગામી 10 એપ્રિલનાં રોજ માહિતી ખાતાની પરીક્ષાનું આયોજન થવાનું છે. જો હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્યમાં કર્ફ્યૂ લાદવામાં આવે તો પરીક્ષા પાછી ઠેલાવાની શક્યતા રહેલી છે.
GTU ગુજરાત યુનિવર્સીટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હાલની સ્તિથીને ધ્યાનમાં લઈ થોડા દિવસ બાદ આવતી તમામ પરીક્ષાઓને મોફૂક રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આની સાથે-સાથે જણાવ્યું હતું કે, ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા અંગેના નિર્ણય પર વિચારણા કર્યાં બાદ પરીક્ષાર્થીઓને જાણ કરવામાં આવશે.
10 એપ્રિલે માહિતી ખાતાની પરીક્ષા યોજાવાની છે:
માહિતી-પ્રસારણ વિભાગ અંતર્ગત વર્ગ-1,2,3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલનાં રોજ પરીક્ષાનું આયોજન થવાનું છે. આ પરીક્ષામાં 8,000 કરતાં પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જવાનાં છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલનાં રોજ સવારના 10 વાગ્યે યોજાશે. જ્યારે સિનિયર સબ એડિટર તથા માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલ સેન્ટરો પર આયોજન થશે.
પહેલાં પણ પરીક્ષાની તારીખો બદલવામાં આવી હતી:
આની ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતાં GPSCએ યોજેલ પરીક્ષાની તારીખો બદલી દેવામાં આવી હતી. જેમાં પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા પહેલાં 4 એપ્રિલે યોજાવાની હતી. જેની તારીખમાં બદલાવ થતાં હવે તે 18 એપ્રિલનાં રોજ આયોજન થશે.
કર્ફ્યૂ લાદવા હાઈકોર્ટની સરકારને ટકોર:
રાજ્યમાં સતત વધતાં જઈ રહેલ કોરોનાનાં કેસને ધ્યાનમાં લઈ ફરી એકવખત લોકડાઉન થાય એવી સંભાવના રહેલી છે. હાલમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે. જસ્ટિસે જણાવ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં લેવા ખુબ જરૂરી છે.
સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા:
રાજ્યમાં કોરોના સંક્રમણથી એલર્ટ થયેલ તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં અનેકવિધ માર્કેટ ધરાવતાં નગરો તથા ગામડાંમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને લીધે વેપાર-ધંધા પર અસર પડતી હોવાને લીધે વેપારી એસોસિયેશનનું માનવું છે કે, કોરોના કાબૂમાં લેવા માટે હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ કે, જેથી ઝડપથી કાબૂમાં આવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.