જો તમે લોકો સોનું ખરીદવા માંગો છો તો હવે સોનું ખરીદવા માટેનો યોગ્ય સમય આવે છે. કોવિડ-19ની રસીનાં મામલે પ્રોત્સાહક સમાચારોનાં પગલે સોનાનાં આંતરરાષ્ટ્રીય કિંમતમાં ઘટાડો થયો છે તેમજ અમદાવાદ શહેરમાં દિવાળી પછી સોનાની કિંમતમાં આશરે રૂપિયા 4 થી 5 હજારનો ઘટાડો થયો છે.
સોની બજારનાં નિષ્ણાંતો માને છે કે, કોરોના વેક્સિનનાં સારા સમાચારોનાં પગલે સોનાનાં દાગીનાં રૂપિયા 42,000 તેમજ 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 45,000ની સપાટીએ આવી શકે છે. નોંધનીય વાત એ છે કે, કોવિડ-19 મહામારીનાં લીધે વૈશ્વિક લોકડાઉન વખતે સોનાની કિંમત રૂપિયા 57,000 પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી ગયો હતો.
ભારતનાં બજારોમાં બુધવારનાં રોજ સોનાનાં તેમજ ચાંદીનાં ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો…
દિલ્હી શહેરનાં બુલિયન માર્કેટમાં આજ રોજ સોનાની કિંમતમાં 675 રૂપિયાનો ભડકો થયો હતો. બીજી બાજુ ચાંદીનાં કિંમતમાં પણ વધારો થયો હતો. એક kg ચાંદીની કિંમતમાં 1280 જેટલા રૂપિયાનો વધારો થયો હતો.
સોનાનાં હાલની કિંમત શું છે?
બુધવારનાં રોજ એટલે કે આજ રોજ દિલ્હીનાં બુલિયન માર્કેટમાં આજ રોજ સોનાની કિંમત 675 રૂપિયાનાં વધારાની સાથે દિલ્હીમાં નવી કિંમત 99.9 ગ્રામ શુદ્ધતા માટે 48,169 જેટલા રૂપિયા થયો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધીને 1800 જેટલા ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
ચાંદીની નવી કિંમત…
બુધવારનાં રોજ એટલે કે, આજ રોજ દિલ્હીનાં બુલિયન માર્કેટમાં આજ રોજ ચાંદીની કિંમતમાં 1280 રૂપિયાનાં વધારાની સાથે દિલ્હીમાં નવી કિંમત 62,496 રૂપિયા પ્રતિ kg થયો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત વધીને 23.80 ડોલર પ્રતિ ઔંસ થઇ ગઈ હતી. અત્યારે સોનાની ખરીદીમાં તેજી દેખાઈ હોવાના લીધે પીળી ધાતુની કિંમતમાં ભડકો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle