રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે. બજારમાં જૂના ભાવે ખરીદવામાં આવેલ માલ પૂરો થઇ ગયો છે. જેના કારણે નવા ભાવની ખરીદી કરવામાં આવી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનુ જાણવા મળ્યું છે. આ ઉપરાંત સીંગતેલ અને કપાસિયા તેલમાં 30 દિવસની અંદર રૂ. 495નો ભાવવધારો નોંધાયો છે. આ કારણે 30 દિવસની અંદર સૌરાષ્ટ્રના લોકો પર રૂ. 15 કરોડનો બોજો આવ્યો છે. જો કે તાજેતરમાં પુરવઠા વિભાગ દ્વારા સ્ટોક લિમિટ જાહેર કરવામાં આવ્યો છે.
જયારે ત્રણ દિવસ પહેલા જ ડેપોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન બધું બરાબર નીકળ્યું હોવાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવ વધારા પહેલા રાજકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ સીંગતેલનાં ભાવમાં રૂ. 2420 અને કપાસિયાનો ભાવ રૂ. 2365 હતા. જયારે 26 માર્ચના રોજ સીંગતેલમાં ભાવ વધીને રૂ. 2670 થઇ ગયો હતો અને કપાસિયા તેલનો ભાવ વધીને રૂ. 2610 નોંધાયો હતો.
જયારે આ એક મહિનામાં બન્ને તેલના ભાવ મળીને રૂ. 495 નો વધારો જોવા મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં 15 થી 20 હજાર ટીનનો વપરાશ થઇ રહ્યો છે. જયારે આ એક દિવસનો બોજો ગણવામાં આવે તો રૂ. 50 લાખ જેટલો થાય અને એક મહિના લેખે બોજો ગણવામાં આવે તો રૂ. 15 કરોડનો ભાવ વધારો થાય છે. જો કે વેપારીઓ દ્વારા આયાતી તેલ મોંઘું હોવાનો દાવો કરવામાં આવે છે.
3 વર્ષ દરમિયાન થયેલ મગફળી, હેક્ટરદીઠ વાવેતર અને ઉત્પાદન તેમજ સિંગતેલનો ભાવ:
વર્ષ 2020-2021 20 લાખ હેકટરમાં 27 લાખ ટન, 2019-2020માં 19.50 લાખ હેકટરમાં 30 લાખ ટન, 2018-2019 દરમિયાન 16.50 લાખ હેકટરમાં 24 થી 25 લાખ ટન જેટલું ઉત્પાદન થયું હતું. જ્યારે મગફળીનાં ભાવ અનુક્રમે 1156, 1056 અને 828 રહ્યા હતા. સિંગતેલનાં ભાવ અનુક્રમે 2800, 2250 અને 1950 રહ્યા હતા. જયારે ચાલુ વર્ષે મગફળીનો ભાવ રૂ.1122 છે. મગફળીની આવક માર્ચ મહિના સુધી યાર્ડમાં થઇ રહી છે.
બજારમાં કપાસના ભાવ વધતા મગફળીના વાવેતરમાં ઘટાડાની સંભાવના:
સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીને મુખ્ય વાવેતર ગણવામાં આવે છે. જયારે વર્ષે દરમિયાન ખેડૂતોને કપાસનો ભાવ બજારમાં 2100 થી લઇને રૂ. 2200 સુધી મળી આવ્યા છે. જયારે કહેવાય રહ્યું છે કે, ખેડૂતોને કપાસનો ભાવ બજારમાં સારો મળવાથી સૌરાષ્ટ્રનાં ખેડૂતો દ્વારા કપાસનું ઉત્પાદન વધારે થવાની અને મગફળીનું વાવેતર ઘટવાની સંભાવના વધી શકે છે. કારણ કે કપાસમાં ખેડૂતોને એક વીઘે રૂપિયા 30 મણ ઉત્પાદન થાય છે. જયારે તેમાં મજૂર ખર્ચ, મહેનત તેમજ અન્ય ખર્ચાઓ પણ ઓછા આવે છે. જ્યારે મગફળીનાં ઉત્પાદન્નમાં ખેડૂતોને એક વીઘે 25 હજાર મણ થાય છે. ખેડૂતોને મગફળીના ઉત્પાદન માટે મજૂર અને ખર્ચ બન્ને વધારે લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.