મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા મહંત સ્વામીના આશીર્વાદ લેવા, CM એ સ્વામીજી પાસે ગુજરાત માટે માંગી આ ખાસ વસ્તુ

ગુજરાત(Gujarat): ગઇકાલના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં અને રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel)ના હસ્તે ઓલપાડ(Olpad)ના વડોદ ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા 300કરોડના ખર્ચે અત્યાધુનિક કિરણ મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિ પૂજન બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj)ના દર્શન આશીર્વાદ માટે અક્ષરધામ મંદિર(Akshardham Temple) કણાદ(Kanad) આવી પહોંચ્યા હતા.

સુરતના ઉપનગર કણાદમાં નિર્માણાધીન અક્ષરધામ મંદિરમાં સૌપ્રથમવાર પધારેલા મુખ્યમંત્રીનું કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી તથા મંદિર વ્યવસ્થાપક સંત પૂજ્ય મુનિવંદન સ્વામીએ સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીના દર્શન કરીને ભુપેન્દ્ર પટેલે સુરત તથા ગુજરાતના વિકાસ માટે આશીર્વાદ માંગ્યા હતા. તેમજ સુરતમાં અક્ષરધામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે જેનાથી ગુજરાતની જનતાને સંસ્કાર પ્રાપ્ત થશે, તે માટે સ્વામીશ્રીનો ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સાથે આવેલા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્વામીશ્રીના જગવિખ્યાત કાર્ય ને યાદ કરી ને સંસ્થાના શિક્ષણ કાર્યને બિરદાવ્યું હતું. બંને રાજકીય નેતાઓને ગુજરાતના વિકાસ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપી પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ પાટીદાર ટ્રસ્ટની આમ જનતા માટે અવિરત આરોગ્યસેવાની સરાહના કરી હતી:
કિરણ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ સમગ્ર પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી અવિરત આરોગ્ય સેવાઓને બિરદાવી હતી. કિરણ મેડિકલ કોલેજના નવા પગલાથી રાજ્યને કુશળ આરોગ્ય સેનાની પ્રાપ્ત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોલેજ શ્રેષ્ઠ ડોકટરોની જેમ વિશ્વ કક્ષાની તબીબી સારવાર પૂરી પાડશે અને મુખ્ય દાતા લાખાણી પરિવાર અને અન્ય દાતાઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *