ગુજરાત(Gujarat): સંસ્કારી નગરી વડોદરા(Vadodara)ને એક કાળો કલંક લાગ્યો છે. શહેરમાંથી હવસખોરોનું સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા પર ફરી સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસના આરોપી હજુ પકડાયા નથી, ત્યાં ફરી એક દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં બળજબરી પૂર્વક ખેંચીને લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, શરમની વાત તો એ કહી શકાય કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસ(vadodara police) સત ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી અને પીડિત પરિવારને વારવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા હતા.
વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવતા હવે સંસ્કારી નગરીને કલંક લાગ્યું છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવક દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે ધ્યાન રાખવા માટે ઉભા હતા. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની બસની અંદર નરાધમ દ્વારા લાજ લુંટવામાં આવી હતી.
આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવડાવી છે. પોલીસ દ્વારા પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જોવા મળી હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે શરૂઆતમાં 4 દિવસ પરિવારના કહ્યા હોવા છતાં પણ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના સતત 4 દિવસ સુધી ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણી ન હતી.
આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જે બતાવી રહ્યું છે કે, સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ જરા પણ સલામત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.