ખાનગી શાળામાં બસના ડ્રાઇવરની પુત્રીએ 12 કોમર્સમાં 99.97 PR મેળવ્યા

રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું આજે 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.જામનગર જિલ્લામાં 78.33 ટકા, જૂનાગઢમાં જિલ્લામાં 58.26 ટકા, અમરેલી જિલ્લામાં 69.29 ટકા, ભાવનગર જિલ્લામાં 79.52 ટકા, પોરબંદરમાં જિલ્લામાં 76.21 ટકા, મોરબી જિલ્લામાં 76.69 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77.91 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટની ધોરણ 12ની માલા ક્રિષ્નાએ 99.97 PR મેળવ્યા છે. માલાના પિતા રમેશભાઇ એક ખાનગી શાળામાં બસના ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યા છે. ક્રિષ્નાએ ટ્યુશન વગર આટલા સારા PR લાવી આ સિદ્ધિ મેળવી છે. ટ્યુશન વગર માલા રોજ પાંચથી છ કલાક વાંચન કરતી હતી. માલાએ જણાવ્યું હતું કે, મારા પિતાનો અને શાળાનો મને પૂરેપૂરો સહયોગ મળ્યો છે. મારે CA થવું છે. માલા એ ધોરણ 12નો અભ્યાસ રાજકોટની ધોળકિયા સ્કૂલમાં કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *