સુરતના કતારગામમાં ખેલાયો ખૂની ખેલ: સામાન્ય બાબતમાં નાનાભાઈએ કરી મોટાભાઇની હત્યા

રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ગઈકાલના રોજ કતારગામ વિસ્તાર રહેતા રત્નકલાકાર  બે ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક ભાઈએ બીજા ભાઈની કરપીણ હત્યા કરી છે. આ અંગેની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દક્ષીણ ગુજરાતના સુરતમાં આવેલ કતારગામ વિસ્તારમાં રહેતા બે રત્નકલાકાર ભાઈઓ વચ્ચે સર્જાયેલો ઝઘડો કરપીણ હત્યા સુધી પહોંચી ગયો હતો. જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં નાનાભાઈએ મોટાભાઈને હીરા ઘસવાનું કટોરૂં તથા અન્ય તિક્ષ્ણ હથિયાર ઝીંકી દેતા મોટા ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની સમગ્ર ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કતારગામ વિસ્તારમાં આવેલા જગદીશ એસ્ટેટ્સ ખાતે આવેલ એક ડાયમંડ કારખાનામાં મહેસાણાના સતલાસણાના બે ઠાકોરભાઈઓ કામ કરતા હતાં. બન્ને જ્યાં કામ કરતા હતા ત્યાં જ સૂઈ રહેતા હતાં. જોકે ગતરોજ સાંજે જમવા બાબતે મોટાભાઈ બાબુ ઠાકોર (ઉ.વ.આ.32)અને જશુ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો.સામાન્ય બાબતે બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો જોત જોતામાં ઉગ્ર બની ગયો હતો. જસુભાઈએ ડાયમંડ ઘસવાનું કટોરું અને તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલો થતાં જ મોટાભાઈ બાબુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના વિશે કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર બનાવ વાળી જગ્યાએ પહોંચીને પોલીસે પંચનામું કરીને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના આરોપી નાના ભાઈ જશુ ઠાકોરને પોલીસે ઝડપી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *