રાયગઢ: મહારાષ્ટ્ર (Maharashtra) ના રાયગઢ (Raigad) જિલ્લામાં સોમવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. જિલ્લાના મહાડ તાલુકામાં રહેતી એક મહિલાએ પોતાના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા, જેના કારણે તમામ બાળકોના દર્દનાક મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે રૂના નામની મહિલાની તેના પતિ ચિખુરી સાહની સાથે ઝઘડો થયો હતો. આ બાબતે સોમવારે રાત્રે 8 વાગ્યાના આસપા તેણે પોતાના 6 બાળકોને કૂવામાં ધક્કો મારી દીધો હતો. જે બાદ તેણી પોતે પણ કૂવામાં કૂદી પડી હતી.
જ્યારે રૂના કૂવામાં કૂદકો મારવા જતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તેને જોયો હતો. માણસે અવાજ કર્યો અને ગામલોકોને ભેગા કર્યા. રૂનાને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ માસૂમ બાળકોને બચાવી શકાયા ન હતા. અત્યાર સુધીમાં પોલીસે કૂવામાંથી 4 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે બેની શોધખોળ ચાલુ હતી.
સૌથી નાની દીકરી માત્ર દોઢ વર્ષની હતી:
કહેવામાં આવી રહ્યું છે કે રૂનાનો પતિ હંમેશા નશામાં રહેતો હતો અને તેને મારતો હતો. સોમવારે પણ રૂનાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. રૂનાને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. મોટી પુત્રીની ઉંમર 10 વર્ષની હોવાનું કહેવાય છે જ્યારે સૌથી નાની પુત્રીની ઉંમર માત્ર દોઢ વર્ષની હતી.
પોલીસ તપાસમાં વ્યસ્ત:
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા રાયગઢના પોલીસ અધિક્ષક અશોક દુધે અને અધિક પોલીસ અધિક્ષક અતુલ કુમાર ઝેંડે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ગુનો નોંધી ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.