એક જ દિવસમાં એલોન મસ્કની સંપતિમાં થયો આટલા લાખ કરોડનો અધધ વધારો- આંકડો જાણીને આખે અંધારા આવી જશે

અવારનવાર હેડલાઈન્સમાં રહેનાર એલોન મસ્ક(Elon Musk) વધુ પૈસાદાર બની ગયા છે. ટેસ્લા(Tesla)ના સીઈઓ એલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 36.2 અબજ ડોલર (રૂ. 2.71 લાખ કરોડ)નો વધારો થયો છે. હર્ટ્ઝ ગ્લોબલ હોલ્ડિંગ્સે 100,000 ટેસ્લા માટે ઓર્ડર આપ્યા બાદ મસ્કની સંપત્તિમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ મોટા ઓર્ડર પછી ટેસ્લાના શેર(Shares of Tesla) 14.9 ટકા ઉછળ્યા અને $1,045.02 ના સ્તરે પહોંચ્યા. રોઇટર્સની ગણતરી મુજબ ટેસ્લા વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટોમેકર બની છે.

ટેસ્લામાં મસ્કનો હિસ્સો $289 બિલિયનનો છે:
Refinitiv કંપની અનુસાર, Elon Musk ટેસ્લામાં 23 ટકા હિસ્સો ધરાવે છે, જે ટ્રિલિયન ડોલર ક્લબમાં જોડાઈ છે. એલોન મસ્કનો હિસ્સો હાલમાં લગભગ $289 બિલિયન છે. ટેસ્લા ઉપરાંત, એલોન મસ્ક રોકેટ નિર્માતા સ્પેસએક્સના મુખ્ય શેરહોલ્ડર અને સીઈઓ છે. સીએનબીસીના અહેવાલ મુજબ, ઓક્ટોબરના સેકન્ડરી શેર વેચાણમાં સ્પેસએક્સની નેટવર્થ $100 બિલિયન હતી.

એક દિવસમાં સંપત્તિમાં સૌથી મોટો ઉછાળો:
એલોન મસ્કની કુલ નેટવર્થ હવે $288.6 બિલિયન છે, જે એક્ઝોન મોબિલ અથવા નાઇકીની બજાર કિંમત કરતાં વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ઈતિહાસમાં એક જ દિવસમાં સંપત્તિમાં આ સૌથી મોટો ઉછાળો છે. ગયા વર્ષે, ચીનના ઉદ્યોગપતિ ઝાંગ શાનશાનની સંપત્તિ એક જ દિવસમાં $32 બિલિયન વધી હતી. હવે મસ્કે તેમને પાછળ છોડી દીધા છે. 2021માં એલોન મસ્કની સંપત્તિમાં $119 બિલિયનનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *