ભોપાલ: તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગામમાં છ સગીરાઓને નગ્ન કરીને ભીક્ષા માગવા માટે મજબુર કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, અહીં વરસાદની અછત હોવાથી અંધવિશ્વાસમાં આવી ગયેલા ગ્રામજનોએ યુવતીઓને નગ્ન કરીને આખા ગામમાં ફેરવી હતી. ગ્રામજનોનો દાવો છે કે, આમ કરવાથી ઇંદ્રદેવ ખુશ થશે અને વરસાદ પડશે.
મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના દામોહ જિલ્લાની છે. અહીંના બાનિયા ગામમાં વરસાદ લાવવા માટે ગામની જ છ સગીર વયની યુવતીઓને નગ્ન કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પાસેથી ગામમાં લોટ, શાકભાજી, કઠોળ વગેરેની ભીખ મંગાવવામાં આવી હતી.
ત્યારબાદ દરેક યુવતીઓ ઘરે જઇને આ વસ્તુઓ એકઠી કરી હતી. બાદમાં આ વસ્તુઓને ગામના ભંડારામાં આપી દેવામાં આવી હતી, જેનું ભોજન તૈયાર કરીને ગામના લોકોએ આરોગ્યું હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે, વરસાદના દેવને પ્રભાવિત કરવા અને દુષ્કાળ દુર કરવા માટે આ વીધી કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ રાષ્ટ્રીય બાળ અિધકાર રક્ષણ કમિશનને થતા સૃથાનિક જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. હાલ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે પણ સામે આવે તેનો રિપોર્ટ સોપી દેવામાં આવશે તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.