અવારનવાર સોશિયલ મીડિયામાં લગ્નના વિડીયો વાયરલ (Viral video) થતા હોય છે. જેમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ધામધૂમથી લગ્ન કરે છે. ખાસ કરીને જાનમાં ઢોલી પાસે રૂપિયાની નોટનો વરસાદ કરી દેતા વિડીયો ઘણીવાર વાયરલ થાય છે. આજે પણ મહેસાણા (Mahesana) જિલ્લાનું આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો ઘણો અલગ છે. અહીંયા કોઈ સામાજિક પ્રસંગમાં રૂપિયાની નોટોના કોથળા કોથળા ઠાલવવામાં આવ્યા હતા. વાયરલ થયેલા વીડિયોએ, હાલ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ વિડીયો મહેસાણા જિલ્લાના કોઈ ગામનો છે. જ્યાં કોઈ સામાજિક પ્રસંગમાં સફેદ શર્ટ અને પેન્ટમાં દેખાતા એક વ્યક્તિએ કોથળામાં ભરેલી રૂપિયાની નોટોનો રોડ પર વરસાદ કરી રહ્યો હતો. એક સાથે કેટલીય ચલણી નોટો આ રીતે રસ્તા ઉપર વેરવામાં આવી હતી.
આ દ્રશ્યો જોવા કેટલાય લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. વીડિયોમાં એક તરફ ઢોલ સાંભળી રહ્યા છે, બીજી બાજુ આ વ્યક્તિ કોથળા ને કોથળા ભરેલી નોટોનો વરસાદ રસ્તા પર કરી રહ્યો છે. મહેસાણાના લીંચ ગામમાં એક સામાજિક પ્રસંગમાં ઢોલ નગારા ના તાલ સાથે આ વ્યક્તિ પ્લાસ્ટિકની ભરીને રૂપિયા ઠરાવતો નજરે ચડ્યો છે.
ત્યાં હાજર દરેક લોકો પોતાના મોબાઈલમાં ગુજરાતી આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા છે. રસ્તા પર પથરાયેલી મોટાભાગની નોટો 10 રૂપિયાની દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની યોગ્ય માહિતી હજુ સુધી જાણવા મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.