હાલ કોરોના મહામારીના સમય વચ્ચે આત્મહત્યાનાં કેસો પણ વધી રહ્યા છે. કોઈક ઘરના કંકાસથી તો કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે આત્મહત્યા કરવા માટે મજબુર થાય છે. અત્યારે સુરત શહેરનો એવો જ એક બનાવ સામે આવ્યો છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બુધવારનાં રોજ બપોરનાં સમયે મારી મૃત્યુની પાછળ પત્ની હોવાનું દિવાલ પર લખીને એક યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. નવી સિવિલમાંથી મળેલી માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા અક્ષરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષનાં યાજ્ઞિક દીપકભાઈ ખલાસી બુધવારનાં રોજ બપોરે ઘરમાં બેડરૂમમાં છતનાં હુક સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાયને યેની જીવનલીલા સંકેલી લીધી હતી.
પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યાજ્ઞિકે બેડ રૂમની દીવાલ પર લખ્યું હતું કે, મારી મૃત્યુનું કારણ ધર્મિષ્ઠા છે એટલે કે, મારી વાઈફ તેમજ હિન્દીમાં ‘મુજે ઇન્સાફ ચાહિયે’ એવું લખાણ લખેલું હતું. આ વિશે તેનાં પરિવાર જનોને જાણ થતા પોલીસને જાણ કરી હતી ત્વેમ્જ પોલીસે ત્યાં જઈને કાનૂની કાર્યવાહી કરી તેનો યાજ્ઞિકનાં મૃતદેહને નવી સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
જોકે નવી સિવિલમાં તેમનું ડોક્ટરો દ્વારા પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કર્યા પછી ડોક્ટરે જણાવ્યું હતું કે, તેમનું મૃત્યુ 24 થી 48 કલાક અગાઉ થયું હતું. અને ગળેફાંસો લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે યાજ્ઞિક હજીરાની કંપનીમાં નોકરી કરતો હતો યાજ્ઞિકને સંતાનમાં એક પુત્રી છે. જોકે યાજ્ઞિકનાં મોબાઇલમાં સ્ટેટસ પર જિંદગી બાય બાય લખેલું મૂક્યું હતું. આ વિશે અડાજણ પોલીસ દ્વારા વધારે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle