તમે જાણીને ચોકી જશો કે એક જ શહેરમાં એક મહિનામાં 63 લોકોએ આપખાત કર્યો છે જાણો એવું તો શું કારણ હશે કે લોકોને આપખાત કરવો પડ્યો હશે. બિમારીથી કંટાળીને અને અગમ્ય કારણોસર 46 પુરૂષો અને 17 મહિલાએ આત્મહત્યા કરી.
શહેરમાં દિનપ્રતિદીન આપઘાતના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. બિમીરીથી કંટાળીને, ઘરેલુ ઝઘડા કે પછી ધંધાને લઈને લોકો આપઘાત કરતા હોય છે. છેલ્લા એક મહિનામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ૬૩ જણાએ આત્મહત્યા કરી હતી.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં 63 વ્યક્તિઓેએ આપઘાત કર્યા હતા. જેમાં 46 પુરૃષો અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના કેસોમાં આપઘાતનું કારણ જાણવા મળતું નથી. સ્યુસાઈડ નોટ ન હોવાથી તેમના આપઘાત પાછળનું કારણ પણ તાત્કાલિક જાણી શકાયું નથી. તે સિવાય બિમારીથી કંટાળીને આપઘાત કરવાના બનાવો પણ બનતા હોય છે.
શહેરમાં સૌથા વધુ આપઘાત ગળાફાંસો ખાઈને કરવામાં આવતા હોવાનું તપાસમાં જણાયું છે. 63 માંથી 47 લોકોએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે 3 વ્યક્તિઓે નદીમાં પડતુ મુકીને, 2 વ્યક્તિએ ઝેરી દવા પીને , 5 વ્યક્તિઓે એસિડ પી લઈને આપઘાત કર્યા હતા. તે સિવાય 2 વ્યક્તિએ ધાબા પરથી કુદકો મારી આપખાત, 2 વ્યક્તિઓે સળગી જઈને અને એક વ્યક્તિએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. શહેરના પુર્વ વિસ્તારોમાં સૌથી વધુ આપઘાતના બનાવો નોંધાયા છે. જેમાં શહેરકોટડા, મણીનગર, વટવા, નારોલખોખરા, બાપુનગર, રામોલ, દાણીલીમડા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.