ટોઇલેટમાં જ ગર્ભવતી મહિલાની ડિલીવરી થતા કમોડમાં ફસાઈ ગયું બાળક, જવાનોએ 25 મિનીટની મહામહેનતે નવજાતને બચાવ્યું

ગુજરાત(Gujarat): જણાવી દઈએ કે, આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ(National Fire Service Day) છે અને આ જ દિવસ પર ફાયરબ્રિગેડના જવાનો(Fire brigade jawan) દ્વારા એક વખાણવા લાયક કાર્ય કર્યું છે. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા નવજાત બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે. અમદાવાદ(Ahmedabad)ના પાલડી(Paldi) વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારમાં મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જવાને કારણે તેનું બાળક કમોડમાં ફસાઈ જવા પામ્યું હતું.

નવજાત જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જવાને કારણે ફાયરબ્રિગેડની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી હતી. બાળકની પરિસ્થિતિ જોતાં સાથે સાથે મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.

ટાઈલ્સ તોડીને બાળકને બહાર કાઢવામાં આવ્યું:
વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાળકનું મોઢું કમોડમાં ફસાઈ ગયું હતું અને બાળકને બચાવવા માટે તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બાળકને કોઇ ઇજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સૌથી પહેલા ટોઇલેટમાં આજુબાજુમાં રહેલી ટાઇલ્સને તોડવાની શરૂ કરી હતી. આજુબાજુમાં રહેલી ટાઈલ્સને તોડીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.

બાળકને કોઈપણ પ્રકારની ઈજા થઇ નથી:
બાળક જ્યારે હવામાં હતું અને તેનું મોઢું હજી પણ કમોડની અંદર જ ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવા માટે પાઇપની સાથેનું તેનું જોડાણ જે હતું તેને દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે કમોડની આજુ બાજુનો ભાગ તોડીને બાળકને સહીસલામત ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 25 મિનિટની અંદર બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું હતું. સદનસીબે બાળકને કોઈપણ પ્રકારની ઈજા થઇ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *