આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. લોકો માટે ઓનલાઈન પૈસા કમાવવા માટેનું એક ધંધો બની ગયો છે. ઓનલાઈન વેચાણ કરીને લોકોની છેતરપીંડીના પણ ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ઘણી વાર તો આપણે જે વસ્તુ મંગાવીએ એના કરતા કઈક જુદી વસ્તુ જ આપણને મળતી હોય છે.
ઓનલાઈન શોપિંગ કરવાના વધતા જતા ટ્રેન્ડનો અમુકવાર ગઠિયા લાભ ઉપાડી છેતરપિંડી આચરતા હોય છે. આવું જ કંઈક અમદાવાદના એક યુવાન સાથે થયું છે. યુવાને ઓનલાઈન ફોન મંગાવતા તેને ફોનના બદલે ડિટરજન્ટ સાબુ મોકલી છેતરપિંડી કરવામાં આવી હતી.
આ મામલે યુવકે ઓનલાઈન સામાન મોકલનારી કંપનીને ફરિયાદ કરી ફોન આપવાનું જણાવ્યું છે. અભિષેક વ્યાસને ફોન ખરીદવો હતો જેથી તેણે ઓનલાઈન શોપિંગ મારફતે હોમ ડિલિવરી આપતી પ્રખ્યાત કંપનીમાં ફોન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.
આ પેટે તેણે પૈસાની ચુકવણી પણ કરી હતી અને તેને થોડા દિવસોમાં ઘરના સરનામે ફોનની ડિલિવરી મળી જશે તેવો મેસેજ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિલિવરીમેન એક બોકસ આપી ગયો હતો જે ફોનના બોકસ જેવો જ હતો. અભિષેકે બોકસ ખોલતા તેમાંથી ફોનના બદલે ડિટરજન્ટ સાબુ નીકળ્યો હતો. અભિષેક વ્યાસ દ્વારા આ અંગે ઓનલાઈન શોપિંગ ડિલિવરી કરતી કંપનીને ફરિયાદ કરવામાં અવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.