મકાન માલિકના દીકરાએ ભાડુઆતની 13 વર્ષની દીકરીની પીંખી નાખી- ફોન ચાર્જ કરવાના બહાને…

ગુજરાત(Gujarat): રાજ્યમાં મહિલાઓ સાથે ગુનાખોરીના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના અસલાલી(Asalali)માં રહેતા એક શ્રમિક પરિવારની છોકરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 13 વર્ષની દીકરી જ્યારે ઘરે એકલી હતી ત્યારે મકાન માલિકના હવસખોર દીકરાએ ફોન ચાર્જ કરવાના બહાનું કાઢીને ઘરમાં ઘુસી ગયો હતો તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાને કારણે હાલ અસલાલી પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

13 વર્ષની સગીરાને તાવ આવતો હોવાથી આરામ કરી રહી હતી:
સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર, શહેરના અસલાલીમાં રહેતો શ્રમિક દંપતીને ત્રણ સંતાનો છે અને તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શુક્રવારના રોજ દંપતી મજૂરી કામ માટે ગયા હતા જ્યારે તેમના બે દીકરા શાળાએ ભણવા માટે ગયા હતા.

જ્યારે તેમની 13 વર્ષની દીકરીને તાવ આવતો હોવાને કારણે ઘરે આરામ કરી રહી હતી. ત્યારે આ સમયનો લાભ ઉઠાવીને તેમની બાજુમાં જ રહેતા મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જિંગમાં મૂકવાનું બહાનું કાઢીને ઘરમાં ઘુસી આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને 13 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હતી.

નરાધમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ:
નરાધમેં અંદરથી મકાન બંધ કરીને દીકરીના હાથ-પગ બાંધી દીધા હતા. જેને કારણે સગીરા બચવા માટે બુમાબુમ કરવા લાગી હતી, પરંતુ કોઈ તેની મદદ કરવા માટે આવ્યું નહોતું. પરંતુ જ્યારે તેનો ભાઈ બપોરના સમયે પાછો આવ્યો તે સમય દરમિયાન તેણે દરવાજો ખખડાવતા નરાધમ દરવાજો ખોલીને ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. જે પછી બહેનની સ્થિતિ જોઈને ભાઈએ માતા-પિતાને ફોન કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પીડિતાના માતા-પિતાએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *