10 યુવતીઓ સાથે સબંધ ધરાવતો હતો અમદાવાદી પતિ, છેવટે કંટાળીને પત્નીએ એવું પગલું ભર્યું કે…

Published on: 2:42 pm, Sat, 17 October 20

અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ તેનાં પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ અમદાવાદ શહેરની યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેને FIRમાં જણાવ્યું હતું કે, તેનાં પતિ લલિત બાપનાને 10થી વધુ યુવતીઓ સાથે સંબંધ છે તેમજ તે દારૂ તથા હુક્કા સહિતનાં બધા વ્યસનો ધરાવે છે. પરિણીતાએ આખા મામલે બધા પુરાવાઓ સાથે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી તે સમયે FIRમાં એવો પણ આરોપ લગાયો હતો કે, 2015માં લગ્ન થયા પછી તેને આખા બનાવની જાણ થઈ હતી એ પછી સાસુ-સસરા પણ તેને સપોર્ટ નહોતા કરતા. લગ્ન બાદ પતિ પણ તેને ઘણી વાર માર મારતો હતો. આ આખા મામલે પોલીસે પરિણીતાની FIRને લઈને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

લલિતની પત્ની દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, લગ્નનાં 10 દિવસ બાદ મને ખબર પડી કે, તે વિવિધ પરિણીત તેમજ અપરિણીત યુવતીઓની સાથે સંબંધ ધરાવે છે તેમજ તેની સાથે ફિઝિકલ રિલેશન પણ રાખે છે. આ સિવાય મને એવું પણ જાણવા મળ્યું કે, તેને દારૂ, હુક્કો તેમજ સિગરેટ આ તમામનું વ્યશન છે. તે યુવતીઓ સાથે દરરોજ રાતે 10-11 વાગ્યે જાય છે તેમજ સવારે 6-7 વાગ્યે ઘરે પાછા આવે છે. તે પરિણીત તેમજ આ પરિણીત 10 થી 12 યુવતીઓ સાથે ફરે છે.

આ વિશે જ્યારે હું સાસુ અને સસરાને વાત કરતી હતી ત્યારે તેઓ મને કહેતાં હતાં કે, આ બાબતમાં અમે કંઈ કરી ન શકીએ તેમજ તે અમારા કાબુની બહાર છે. અહીં રહેવું હોય તો આ જ રીતે રહેવું પડશે. મારા પતિએ મને અવારનવાર માર માર્યો છે તેમજ મારા સાસુ-સસરા પણ મને સમર્થન આપતા નથી. તેઓ કાયમ એવું કહેતા હતા કે, તારે અહીંયા રહેવું હોય તો માર ખાવો જ પડશે. ગયા વર્ષે દિવાળી ઉપર તેને મારી આંખમાંથી લોહી પણ કાઢી નાખ્યું હતું તેમજ તે સમયે હું બહુ જ રડી હતી.

આ આખા મામલે ગુજરાત રાજ્ય યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં PI જાડેજાએ જણાવ્યું હતું કે, લલિત બાપનાની પત્નીએ FIR નોંધાવી છે તેમજ 2015માં તેમનાં લગ્ન થયા હતા. ફરિયાદી મહિલાને લગ્ન કર્યા પછી તેને જાણવા મળ્યું હતું કે, તેમનાં પતિનાં અન્ય ઘણી યુવતીઓ તેમજ સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેથી તેને તેનાં પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમનો પતિ તેને માનસિક તણાવમાં રાખતો હતો તેમજ તેને ખુબ જ મેણાં ટોણા મારતો હતો. 1 વર્ષથી પતિએ તેની પત્નીને ઘરની બહાર પણ કાઢી મુકી છે તેમજ આ અંગે પરિણીતાએ પુરાવા સાથે FIR કરતાં અમે આખા મામલે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. અમે આખા મામલે 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં મહિલાનાં પતિ, સાસુ-સસરા તેમજ મોટા સાસુ-સસરા તેમજ તેમની દીકરી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle