અમરેલી(ગુજરાત): હાલમાં માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રાહ્મણ સાેસાયટીમાં રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ રમતા-રમતા ઝેરી પાઉડર પી લીધો હતો. જેથી તેને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. આ પાઉડર માતાએ પણ ચાખતા ત્રણેયને ઝેરી દવાની અસર થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, માતા અને બે બાળકોને ઝેરી દવાની અસરની આ ઘટના અમરેલીમાં બની હતી.
અહીના બ્રાહ્મણ સાેસાયટીમાં રહેતા અને ધાર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર પ્રવિણભાઇ નિમાવતે અમરેલી સીટી પાેલીસ મથકમાં જણાવ્યું હતુ કે, તેની પુત્રી મિશ્રી અને પુત્ર ક્રિશીવ પાેતાના ઘરે બીજા માળે રૂમમા રમતા હતા. આ દરમિયાન, ખુણામાં ઘઉંમા નાખવાનો પાઉડર પડ્યો હતો જેને દુધમાં નાખવાનો પાઉડર હોવાનું સમજી બાળકોએ પી લીધો હતો.
ત્યારબાદ તેના પત્ની કાજલબેને પણ આ પાઉડર ચાખતા ત્રણેયને ઝેરી દવાની અસર થતા સારવાર માટે પ્રથમ અમરેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટ દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ બનાવની વધુ તપાસ નાયબ પાેલીસ અધિક્ષક જે.પી.ભંડારી ચલાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.