સુરતમાં રત્નકલાકારના પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયા પરત ન કરતા પિતાને લેણદારોનો ખાવો પડ્યો માર

સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli) વિસ્તારમાં પુત્રે લીધેલાં ઉછીના રૂપિયા પરત લેવા ગયેલા 3 લોકોએ પુત્ર ન મળતાં તેના 58 વર્ષના રત્નકલાકાર પિતાનું અપહરણ કરીને ઢોર માર…

સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli) વિસ્તારમાં પુત્રે લીધેલાં ઉછીના રૂપિયા પરત લેવા ગયેલા 3 લોકોએ પુત્ર ન મળતાં તેના 58 વર્ષના રત્નકલાકાર પિતાનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અમરોલી પોલીસમાં 3 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અમરોલી પોલીસ(Amaroli Police)થી મળેલી માહિતી અનુસાર ડભોલીની વૃંદાવન સોસાયટીમાં રહેતાં ધવલ મગન ડોંગા પાસેથી અમરોલી છાપરાભાઠામાં રહેતાં 58 વર્ષના દામજીભાઇ રાંકના પુત્રે ઉછીના નાણા લીધાં હતાં.

રત્નકલાકાર તરીકે કામ કરી રહેલ દામજીભાઈ રાંક શનિવારના રોજ સવારે પોતાની બાઇક પર હીરાના કારખાને જવા માટે રવાના થયા હતા. આ સમય દરમિયાન રસ્તામાં બાઇક પર આ‌વેલા ધવલ ડોંગા અને અન્ય એક આરોપીએ મોપેડ પર આવીને રત્નકલાકાર દામજીભાઇને રસ્તામાં જ અટકાવ્યા હતા અને ત્યાર બાદ પૂછ્યું હતું કે, ‘તમારો પુત્ર ક્યાં છે તેની પાસેથી મારે પૈસા લેવાના છે તેનું ઍડ્રેસ અમને આપો, જેના પર્ત્યુતરમાં દામજીભાઇ રાકે જણાવતા કહ્યું હતું કે, તે મારા સંપર્કમાં નથી અને મારે તેની સાથે કોઈ પણ લેવાદેવા નથી.’

આ વાત સાંભળીને આરોપી ધવલ અને તેના સાગરિતો દ્વારા દામજીભાઇને માર મારવામાં આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેમને પોતાની મોપેડ પર બેસાડી વેલંજા રોડ હોટેલ પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપી ધવલે દામજીભાઇને કહ્યું હતું કે, ‘તારા છોકરાને કહેજે કે બે દિવસમાં મારો હિસાબ પુરો કરી જાઈ, એમ કહી તેમનેે માર માર્યો હતો અને છોડી દીધા હતા.

આ સમગ્ર મામલા અંગે અમરોલી પોલીશે 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *