ક્રાઈમ સીટી સુરતમાં વધુ બે યુવાનોનો લેવાયો ભોગ: સાત ઇસમો ચપ્પુના ઘા જીંકી જીંકીને રમ્યા ખૂની ખેલ

હાલમાં સુરતમાં હત્યાના કેસો દિવસેને દીવસે વધતા જોવા મળ્યા છે. આ દરમિયાન ફરીવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે મિત્રોને અડધી રાતે ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ઉધના રેલવે ટ્રેક નજીક બે મિત્રોને મધરાત્રે ચપ્પુના ઘા મારી પતાવી દેવાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

સાત જેટલા અજાણ્યા હત્યાના આરોપીઓએ સાથે મળી ડબલ મર્ડરને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રીઢા અજય પાટીલ અને રવિ શર્માની હત્યા પાછળ જૂની અદાવત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ દ્વારા હત્યારાના આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

કમલેશ ઠાકર (મૃતક અજયનો ભાઈ)એ જણાવ્યું હતું કે, અજય ઠાકરે કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતો હતો. તેમજ માતા-પિતા, ભાઈ-બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો. ગઈ કાલે રાત્રે તે તેના મિત્ર રવિ સાથે બહાર નીકળ્યો હતો. ત્યારબાદ મધરાત્રે તેની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

7 જેટલા હત્યારાઓએ ઉધના રેલવે ટ્રેક નજીક બન્ને મિત્રોનો ઘેરાવ કરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતાં. અજય અને રવિનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હત્યા લગભગ રાત્રીના 10 થી 10:30 વાગ્યાના અરસામાં કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બન્ને મિત્રોની હત્યા ઉધના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કરવામાં આવી છે અને ત્યારબાદ બન્ને મિત્રોને રેલવે ટ્રેક પર નાખીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે હાલ ઉધના પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલ બંનેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા આગળ તપાસ કરીને ઘટનાની હકીકત જણાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *