અંકલેશ્વરનાં વાલિયા તાલુકાનાં રામપરા ગામે પ્રેમીએ 3 સંતાનોની વિધવા પ્રેમિકા ઉપર શંકા કરી અને ઝઘડો કરી પ્રેમિકાને ચપ્પુનાં ઘા માર્યા હતા. જ્યાં વિધવાએ બનાવનાં સ્થળે જ તેનો દમ તોડી દીધો હતો એ પછી હત્યારો પ્રેમી હત્યા કરીને ભાગી ગયો હતો. વાલિયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી પ્રેમીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલ મળતી માહિતી અનુસાર, મૂળ અમદાવાદ શહેરનાં ધોળકા ગામનાં 32 વર્ષના મીનાબેન આનંદભાઈ પરીખનાં પતિનું અવસાન થવાથી તેઓ 3 સંતાનોની સાથે વાલિયાનાં રામપરા ગામે તેમનાં પિયરમાં રહેતાં હતા.
તેમને ધોળકાનાં ગણપત નટુભાઈ કબીરાની સાથે પ્રેમ સબંધ હતા. ગણપત કબીરા પરણિત હતા તેમ છતાં પણ મીનાબેનની સાથે તેણે પ્રેમ સબંધ બાંધ્યો હતો તેમજ તે છેલ્લા 3 માસથી ધોળકાથી વાલિયાનાં રામપરા ગામે રહેતો હતો તેમજ મીનાબેન ઉપર ખોટી શંકા કરી વારંવાર ઝઘડો કરતો હતો.
આમાં તારીખ 25 ઓક્ટોબરનાં રોજ રાત્રીનાં સમયે ગણપત કબીરાએ મીનાબેનની સાથે ઝઘડો કર્યો અને ઉશ્કેરાઈ જઈને ચપ્પુથી ગળા અને છાતી તેમજ પેટનાં ભાગ ઉપર જીવલેણ ઘા મારતાં મીનાબેન પરીખને ગંભીર ઈજાઓ થઇ તેમજ તેની ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જયારે ગણપત કબીરા હુમલો કરીને ભાગી ગયો હતો.
આ ઘટના વિશેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતી અને પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી મીનાબેન પરીખની લાશને વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઈ ગણપત કબીરા સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle