ગુજરાત(gujarat): લગ્ન પ્રસંગો દરમિયાન ફાયરિંગ(Firing)ની ઘટના સામાન્ય બની ગઈ છે. પરંતુ, હાલ તો એમાંથી લોકડાયરા પણ બાકાત નથી રહ્યા. અંકલેશ્વર(Ankleshwar)ના કાપોદ્રા ગામ(Kapodra village) નજીક આવેલા ઋષિકુલ ગૌધામ(Rishikul Gaudham) ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલન યોજાયું હતું. એ અંતર્ગત રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોટોના વરસાદ વચ્ચે એક શખસે હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ગાયક કલાકાર પણ ડઘાઈ ગયા હતા. ફાયરિંગ કરનાર આ શખસનું નામ વિક્રમ ભરવાડ(Vikram Bharwad) હોવાનું જાણવા મળ્યું છે.
આ ધાર્મિક સંમેલનમાં વડતાલ ધામ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. લોક ગાયક કીર્તિદાન ગઢવી, ઋષિ અગ્રવાલ, દિલીપ પટેલ અને જીજ્ઞેશ બારોટે ભજનો ગાયા હતા. શાંતિપ્રિયા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકડાયરા ખાતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ દરમિયાન, એક યુવક ફાયરિંગ કરી રહ્યો હતો જ્યારે બીજો યુવક પૈસા ઉડાડી રહ્યો હતો. ફાયરિંગની ઘટના બાદ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ ધર્મ સંમેલનમાં માધવપ્રિય સ્વામી અને સંતો તેમજ સંરક્ષણ હિંદુ ધર્મ સેના ગુજરાતના અનુયાયીઓ ઉપસ્થિત હતા.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ સ્થિત ઋષિકૂળ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને ઋષિકૂળ ગૌધામ દ્વારા ધાર્મિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તલાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
આ ધર્મ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન થકી પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની તુલા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, લોકડાયરામાં ફાયરિંગની ઘટના સમયે પ્રદેશ પ્રમુખ હાજર ન હતા. તેઓ ચાલ્યા ગયા બાદ લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.