બગસરામાં વાડીએ રમતી બાળકીને સિંહે ફાડી ખાધી, પિતાની નજર સામે વહાલસોયી દીકરીએ દમ તોડ્યો

અમરેલી(Amreli) જીલ્લાના બગસરા(Bugsara) તાલુકાના કડાયા(Kadaya) ગામની સીમમાં ભાગવી વાડી રાખી ખેતીનું કામ કરતા રાજસ્થાની(Rajasthan) મજૂરની પાંચ વર્ષની બાળકીને રાત્રિના સમયે એક સિંહ(lion) ઉપાડી ગયો હતો. એક કિમી દૂર સુધી લઈ જઇ સાવજે બાળકીને ફાડી ખાધી હતી. જોકે બાળકીના પિતાએ સિંહ પાછળ દોટ મૂકી બાળકીને સિંહના મોઢામાંથી છોડાવી હતી, પણ અફસોસ પિતા પોતાની વહાલસોયી દીકરીને બચાવી શક્યા ન હતા. બાદમાં એકઠા થયેલા ગામલોકોએ સિંહના મોમાંથી બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો. અહીં એક સિંહ માનવભક્ષી બની જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પિતાએ સિંહ પાછળ દોટ મૂકી:
બગસરા તાલુકાના કડાયા ગામે રાત્રીના સમયે આ ઘટના બની હતી. સુક્રમભાઈ કડાયા ગામમાં રહી ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની એક 5 વર્ષીય દીકરી નિકિતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે અચાનક એક સિંહ આવી ચડ્યો હતો અને બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. જોકે પિતા સુક્રમભાઈનું ધ્યાન જતાં તેમણે સિંહ પાછળ દોડ મૂકી હતી.પરંતુ, આ સિંહ આ બાળકીને ગળામાંથી પકડી નાસી ગયો હતો.

સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો:
ગામલોકોના કહેવા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને તેને બચાવવાના અઢળક પ્રયાસ કર્યા હતા, પણ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. બાળકીના મૃતદેહને પીએમ માટે બગસરા દવાખાને ખસેડવામા તજવીજ હાથ ધરાઇ હતી.

આ અંગે જાણ થતાં વન વિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયાં હતાં. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માગ ઉઠાવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *