હાલ જોર શોરમાં લગ્નની સીઝન(Wedding season) ચાલી રહી છે. ત્યારે આજના જમાનામાં લોકો દેખા-દેખીમાં લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે. આવી સ્થિતિમાં હાલ વસ્ત્રાપુર (Vastrapur)માં અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખરેખર દરેક માટે પ્રેરણાદાયી છે. હાલ આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. તો ચાલો જાણીએ આ અનોખા લગ્ન વિશે…
મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુરમાં 5 અંધ યુગલોના ધામધૂમથી લગ્ન કરાવીને માનવતા મહેકાવવામાં આવી છે. આ સમૂહ લગ્ન લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુર તથા બારેજા ગામના સંયુક્ત પ્રયાસથી કરાવવામાં આવ્યા હતા. દરેક દીકરીઓના સપના હોય છે કે તેમના લગ્ન ખુબ જ ધામધૂમથી થાય પણ ઘણીવાર અપંગતા અને ગરીબીના કારણે દીકરીઓના આ સપના અધૂરા રહી જતા હોય છે, તે માટે લાયન્સ ક્લ્બ ઓફ વસ્ત્રાપુર તથા બારેજા ગામના લોકોએ સાથે મળીને પાંચ અંધ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ગામના લોકોએ કરેલું આ માનવતાનું કાર્ય હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ સમૂહ લગ્નનો બધો જ ખર્ચ લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુર તથા બારેજા ગામના લોકોએ ઉપાડી લીધો હતો, લગ્નના મંડપથી લઈને કન્યાની વિદાય સુધીનો બધો જ ખર્ચ દાતાઓએ ઉપાડી લીધો હતો, વર-વધુ ભલે એકબીજાને જોઈ શકતા ન હતા પણ આ લોકોએ પાંચ અંધ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને દીકરીઓનું અધૂરું સપનું પૂરું કર્યું હતું.
ખાસ વાત તો એ છે કે, દિકરીઓને લગ્નમાં 19 સોના ચાંદીના દાગીના પણ આપવામાં આવ્યા હતા. કરિયાવરમાં પણ દીકરીઓને ઘરમાં જરૂરી બધી જ વસ્તુઓ આપવામાં આવી હતી, દીકરીઓના લગ્ન ધૂમધામથી કરાવીને તેમને વિદાય આપવામાં આવી હતી. આજના જમાનામાં લોકો પોતાનું જ વિચારતા હોય છે, ત્યારે આ નાનકડા ગામના લોકો દ્વારા ખુબ જ અનોખું માનવાતનું કાર્ય કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.