ઘણી વાર શિક્ષકો (Teachers)ની ક્રુરતા સામે આવતી હોય છે. પરંતુ હાલ આનાથી ઉંધી ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ (West Bengal)ના દક્ષિણ દિનાજપુર (South Dinajpur)માં બાળકીને ઠપકો આપવાને લઈને વિશેષ સમાજના લોકોએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકો સ્કૂલમાં ઘુસી ગયા હતા અને શિક્ષિકાને મારવાનું શરૂ કર્યું હતું. ઘણા સમય સુધી હંગામો થયો હતો. જેને કારણે આ ઘટના અંગે પોલીસે 35 લોકો સામે FIR દર્જ કરી છે તેમજ 4 લોકોની ધરપકડ કરી છે.
વિદ્યાર્થીનીનો કાન પકડતા શિક્ષિકા નિર્વસ્ત્ર કરી માર માર્યો – જુઓ વિડિયો #viral #student #teacher pic.twitter.com/lcqZtjK4y7
— Trishul News (@TrishulNews) July 25, 2022
મળતી માહિતી અનુસાર, આ ઘટના હિલી પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિમોહિના પ્રતાપ ચંદ્ર હાઈસ્કૂલમાં બની હતી. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ત્રણ દિવસ પહેલા સ્કૂલની શિક્ષિકાએ બાળકીને ઠપકો આપ્યો હતો. તેના બીજા દિવસે વિદ્યાર્થિનીના ઘરવાળા અમુક લોકો સાથે સ્કૂલમાં આવ્યા હતા. શિક્ષિકા સાથે ખરાબ ભાષામાં વાત કરવા લાગ્યા હતા. આ બાબતે વિરોધ કરતા તેઓએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો.
બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો. આટલું ખરાબ વર્તન થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. શિક્ષિકા સાથે અશોભનિય વર્તનનો લોકોએ ભારે વિરોધ કર્યો છે. લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપના સાંસદે પોલીસ સામે સવાલ:
ભાજપના સાંસદ સુકાંત મજુમદારે આ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે શિક્ષિકા સાથે આવું વર્તન કરનારાઓ સામે કડક સજાની માંગ કરી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક માટે દરેક વિદ્યાર્થી તેનો પોતાનો હોય છે. મને આશ્ચર્ય છે કે સ્કૂલના પ્રિન્સિપાલે રિપોર્ટ ન નોંધાવ્યો. પોલીસમાં પણ કેસ નોંધવાની હીંમત ન ચાલી. લોકોએ ચક્કાજામ કર્યો ત્યારે પોલીસ એક્ટિવ થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.