ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં રસીકરણ(Vaccination)ને લઇને થયેલી લોલમલોલના અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ છબરડો ભાવનગર(Bhavnagar)થી સામે આવ્યો છે. જેમાં એક મૃત્યુ પામેલા વ્યક્તિને પણ રસી લીધી હોવાનું સર્ટિફિકેટ(Vaccine certificate) આપી દેવામાં આવ્યું હતું. જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે. ભાવનગરના શહેરના ઘોઘા સર્કલના 64 વર્ષના હિતેશભાઈ શાહનું મે મહિનામાં અવસાન થયું હતું.
હિતેશભાઇએ માર્ચ મહિનામાં પહેલો ડોઝ તારીખ 31-3-2021ના રોજ મામાનો ઓટલો પાસે જે ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં લીધો હતો, પરંતુ મે મહિનામાં તારીખ 8-05-2021ના રોજ તેમનું નિધન થયું હતું. ત્યાર પછી બીજો ડોઝ 26 નવેમ્બરના રોજ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો અને તમારા બંને ડોઝનું સર્ટિફિકેટ આવી ગયું છે તો તમે ડાઉનલોડ કરી શકો છો.
ત્યારે હવે શહેરમાં રસીકરણની કામગીરી વગર સર્ટિફેકેટ અપાઈ રહ્યા હોવાના મુદ્દે અનેક સવાલો ઉદભવી રહ્યા છે. રસીકરણ કર્યા વિના પણ પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવા માટેનાં પ્રમાણપત્ર આપવાને લઈ અનેક તર્ક વિતર્કો ઉભા થતા હોય છે, તેવામાં હવે બીજા ડોઝમાં પણ આ પ્રકારના છબરડા બહાર આવી રહ્યા છે. જોવામાં આવે તો રસીનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડીટેલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. ત્યારે અહીંય તો સીધુ જ પ્રમાણપત્ર મોકલી દેવામાં આવ્યો છે.
ત્યારે આ પ્રકારની લોલમલોલ સામે આવે છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિને પણ કોરોનાની રસી આપવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારની ઘોર બેદરકારી અવાર નવાર સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે સ્વર્ગમાં રહેલા વ્યક્તિઓને રસી આપવામાં આવી રહી છે, જે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.