આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભચાઉ(Bhachau) તાલુકાના ચોપડવા(Chopadva) ગામ નજીક અને ચિરઈવાડી વિસ્તાર (Chiraiwadi area)માં આવેલી વાડીમાં પંચમહાલ(Panchmahal) જિલ્લામાંથી પરિણિત પ્રેમિકાને લઇને આવ્યા બાદ આ પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ચાર દિવસ પહેલાં અન્ય યુવક સાથે લગ્ન થયા બાદ બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાસ્તવમાં, પંચમહાલના રહેવાસી 24 વર્ષીય દિનેશભાઈ બાબુભાઈ ભેદી અને 19 વર્ષીય કાજલ રમણભાઈ ઉમાએ ચોપડવાના ગોવિંદ રઘુ દુબરીયાની વાડીમાં ગઈકાલે દિવસે 10 વાગ્યે ઝાડમાં સાડી અને દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ સંગાથે અંતિમ પગલું ભરી લીધું હતું. સંબંધી પાસેથી મળેલી વિગતો પ્રમાણે દિનેશ બાબુ ભેદી ગત વર્ષે વાડીમાં કામ કરવા માટે અહીં રહ્યો હતો. ત્યારબાદ ગઈકાલે સવારે તે કાજલ રમણભાઈ ઉમાને લઈને આવ્યો હતો. કાજલના ચાર દિવસ પહેલાં લગ્ન અન્ય યુવક સાથે થયા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ દિનેશ અને કાજલને આ માન્ય ન હતું.
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પ્રેમ સબંધે બંધાયેલા બન્ને જણા કદાચ સંસાર વસાવવા અહીં સાથે આવ્યા હોય અને પરીવારને આ વાત મંજુર ન હોઇ બન્નેએ સાથે ગળે ફાંસો ખાઇ લઇ આ દુનિયાને અલવિદા કહી હોવાની ચર્ચા સંભળાઇ હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તેમજ બન્નેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.
મૃતક કાજલના હાથમાંથી મહેંદી પણ નીકળી ન હતી અને આત્યંતીક પગલું ભર્યું:
જાણવા મળ્યું છે કે, દિનેશ સાથે ભાગીને આવેલી કાજલના લગ્ન માત્ર ચાર પાંચ દિવસ પહેલાં જ કોઈ અન્ય યુવાન સાથે થયા હતા. જેમાં કાજલની લગ્નની લગાવેલી મેહંદી હજુ નીકળી પણ ન હતી અને તેને દિનેશ નામના યુવાન સાથે પોતાની જીવનલીલા સંકેલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.