ગુજરાત: 65 વર્ષીય વૃદ્ધ નાડાથી હાથ-પગ ખાટલા સાથે બાંધીને મોઢે ડૂમો દઈને કરી નાખી નિર્મમ હત્યા 

આજકાલ વધતા હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં…

આજકાલ વધતા હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં હોબાળો મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ દોડી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના દેવપુરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની ગઈકાલે રાત્રે અજાણ્યા શખસો દ્વારા હત્યા નીપજાવી ફરાર થઇ ગયા છે. જાનવ મળ્યું છે કે, સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી પરિવારજનો દ્વારા જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી માવજીભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, માવજીભાઇ દેવપુરા ગામમાં રહેતા હતા તેમજ દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. માવજીભાઇની હત્યા શા માટે અને કોણે કરી એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા કરનાર શખસોને માવજીભાઇ સાથે શું સંબંધ છે એ તપાસના અંતે બહાર આવશે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, માવજીભાઇ પોતાના ઘરે ઓસરીમાં ખાટલા પર સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના હાથ-પગ બાંધી દીધા હતા અને હત્યા કરવામાં આવી છે. આ અંગે જસદણ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવામાં આવી છે. માવજીભાઇ સ્થાનિક સ્તરે વેદ્યનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *