કૂવા માંથી બાપ-દીકરીના મૃતદેહ નીકળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવાર- જાણો કેવી રીતે બની કાળજું કંપાવતી ઘટના

હાલ અરવલ્લી (Aravalli)ના ધનસુરા (Dhansura)માંથી બાપ-દીકરીના એક જ સાથે મોતની કરુણ ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ધનસુરાના ગઢી માતાજીના મંદિર પાસે કૂવા (well)માં દીકરીને તેડીને પાણી બતાવી રહેલા પિતાનો પગ લપસતાં પિતા પુત્રી બંને કૂવામાં ગરકાવ થયા હતા. જેને પગલે 10 વર્ષીય દીકરી અને 38 વર્ષીય પિતાનું મોત નીપજ્યું હતું.

આ પછી પિતા-પુત્રીના મૃતદેહ મોડાસાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા કૂવામાંથી બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી, તેમજ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, રાહુલકુમાર હર્ષદભાઈ પટેલ (38) ધનસુરાના માઢફળીમાં રહે છે. તેઓ શનિવારે નવ વાગ્યાના સમયે ગઢી માતાજીના મંદિર પાસે પોતાની જમીનમાં આવેલા કૂવા પાસે તેમની દીકરી ફેરી રાહુલ કુમાર પટેલ (10)ને તેડી કૂવાનું પાણી બતાવતા હતા. આ દરમિયાન અચાનક રાહુલભાઈનો પગ લપસતાં પિતા પુત્રી બંને કૂવામાં પડી જતાં ઘટનામાં પિતા પુત્રી નું મોત નીપજ્યું હતું.

ત્યારબાદ આ અંગે મોડાસા પાલિકાની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. આ પછી ફાયર ફાઈટર ટીમ દ્વારા ભારે જહેમત બાદ પિતા-પુત્રીના બંને મૃતદેહોને બહાર કઢાયા હતા. આ અંગે ચિંતન કુમાર કિરીટભાઈ પટેલે ધનસુરાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે રાહુલકુમાર હર્ષદભાઈ પટેલ (38) અને ફેરી રાહુલ કુમાર પટેલ (10) બંનેના અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *