આ વર્ષે કેરી સુંઘવા મળે તોય સારું છે, ખેતરોમાં એટલું નુકશાન થયું છે કે…

હાલના સમયમાં દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે. એવામાં ઉનાળો(Summer) આવવા છતાં પણ કેરી(mango) બજારમાં ખુબ જ ઓછી દેખાઈ રહી છે અને કેરીના પાકમાં થયેલ…

હાલના સમયમાં દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે. એવામાં ઉનાળો(Summer) આવવા છતાં પણ કેરી(mango) બજારમાં ખુબ જ ઓછી દેખાઈ રહી છે અને કેરીના પાકમાં થયેલ નુકશાનને કારણે કેરીના ભાવ પણ ખુબ જ ઊંચા રહેશે. ત્યારે જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લામાં હાફુસ(Hafus), કેસર અને રાજાપૂરી(Rajapuri) સહિતના કેરીના પાકમાં 70-80 ટકાથી વધુની નુકસાની જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.

આ સિઝનમાં એ તો ચોક્કસ છે કે, કેરી રસિયાઓને વલસાડની હાફુસ કેરી ખાવા નહિ મળે. સામાન્ય રીતે તો દર વર્ષે અત્યાર સુધીમાં બજારમાં કેરીઓ આવી જ જતી હોય છે, પરંતુ વલસાડ જિલ્લામાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદના કારણે ચાલુ વર્ષે પાક ઓછો ઉતરવાની સાથે સીઝન પણ મોડી થશે. તેમજ 40 ટકાથી પણ વધુ નુકસાન થતાં ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આ સિવાય ઘણી નાની કેરીઓ ખરવાનું કારણ ધુમ્મસ અને ગરમી પણ છે.

એક રીપોર્ટ અનુસાર, આ વર્ષે વલસાડ જિલ્લામાં કુલ 37 હજાર હેક્ટરમાં આંબાવાડીઓમાં પાક લેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં પડી રહેલું કાળઝાળ ગરમીના કારણે કેરીના પાકની સાચવણી કરવાની જરૂરત ઉભી થઇ છે. સાચવણી બાદ પણ ગરમીના કારણે ફળને ઘણું નુકસાન પહોચ્યું છે. અને આ નુકશાનને કારણે ખેડૂતોને આ મોંઘવારીના સમયમાં આર્થિક રીતે ખુબ જ મોટો ફટકો પાડો છે.

ખેડૂતોને 30 થી 40 ટકા જેટલું નુકશાન થયું હોવાને કારણે તેઓની માંગ છે કે, રાજ્ય સરકાર આ વખતે પણ સહાયની વ્યવસ્થા ગોઠવે. જેને પગલે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે સરકારને પત્ર લખી વળતરની માંગ કરી છે. બદલાતા હવામાનને કારણે જ કેરીના પાકને ઘણું નુકશાન થયું છે. જાન્યુઆરીમાં વાદળિયા અને ધુમ્મસિયા વાતાવરણના કારણે તેને ચિકટ લાગી જતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. બદલાતા હવામાનના પગલે આ વર્ષે કેરીના પાકમાં ઘટાડાની સ્થિતિ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *