રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ વાડોદર ગામમાં એક આખલો 70 ફુટ જેટલા ઊંડા કુવામા ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિક લોકોને થતાની સાથે જ તરત ક્રેન બોલાવીને ક્રેન મારફતે આખલાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હત તેમજ 70 ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
કુવામાં પડતા આખલાને ઇજા પહોંચતા રેસ્ક્યુ કરીને બહાર કાઢી ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યો છે કે, જ્યાં તેની સારવાર કરવામાં આવશે. આમ, સ્થાનિકોઈ મળીને કરેલ આ કાર્યની સમગ્ર પંથકમાં પ્રશસા થઈ રહી છે તેમજ માનવતા પણ મ્હેકી ઉઠી હોય એવું જણાઈ રહ્યું છે.
ગૌશાળાના સભ્યોએ ક્રેનની મદદથી રેસ્ક્યુ કર્યું:
મળી રહેલ જાણકારી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ વાડોદર ગામમાં કુલ 70 ફૂટ જેટલા ઊંડા કુવામાં એક આખલો સવારના સમયે કુવામાં પડી ગયો હતો. કુવામાં આખલો ખાબક્યો હોવાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકોએ ધોરાજીની ગૌશાળામાં જાણ કરી હતી કે, જેથી ગૌશાળાના સભ્યોએ આવીને ક્રેનની મદદથી આ આખલાને 70 ફૂટ ઊંડા કુવામાંથી રેસ્ક્યુ કરીને મહા મહેનતે બહાર કાઢ્યો હતો.
આખલાની સારવાર શરૂ કરી:
ધોરાજીમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા આખલાને બહાર કાઢીને ગૌશાળામાં લઈ જવામાં આવ્યો હતો. કુવામાં પડતી વખતે આખલાને ઇજા પહોંચતા સારવાર આપવા માટે પશુ ડોક્ટર જાણ કરીને ગૌશાળા દ્વારા આખલાની સારવાર પણ શરૂ કરાવી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.