ફ્રાન્સ(France)માં મંકીપોક્સ(Monkeypox)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ રોગ હવે લોકોને કોરોના વાયરસ(Corona virus)ની જેમ ડરાવી રહ્યો છે. શુક્રવારે જાણકારી આપતાં ફ્રાન્સના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ 51 દર્દીઓ મળી આવ્યા છે. બીજી તરફ ફ્રાન્સમાં બુધવારે કુલ 33 કેસ નોંધાયા હતા. ફ્રેન્ચ નેશનલ પબ્લિક હેલ્થ એજન્સી(French National Public Health Agency)એ કહ્યું છે કે મંકીપોક્સથી સંક્રમિત તમામ દર્દીઓ પુરુષો છે, પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં માત્ર 1 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ દર્દીને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ફ્રાન્સમાં લોકોને મંકીપોક્સની રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય પ્રધાન બ્રિજિટ બોર્ગ્યુઇનોએ જણાવતા કહ્યું હતું કે, આરોગ્ય અધિકારીઓને આટલી મોટી સંખ્યામાં મંકીપોક્સના દર્દીઓ સામે આવશે તેવી અપેક્ષા નહોતી. તેમણે કહ્યું કે દેશમાં રસીની કોઈ અછત નથી. આ સાથે તેમણે લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી છે. ફ્રાન્સની સરકાર દ્વારા મંકીપોક્સના દર્દીઓના સંપર્કમાં આવતા આરોગ્ય કર્મચારીઓને પણ રસી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 700 થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. જો અમેરિકાની વાત કરીએ તો અહીં 21 કેસ સામે આવ્યા છે. મંકીપોક્સના વધતા જતા કેસોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતામાં વધારો કરી દીધો છે. તાજેતરમાં જ WHOના વડા ટેડ્રોસ અધાનોમે સંક્રમિત દેશોને દેખરેખ વધારવાની અપીલ કરી હતી. સૌથી મોટી રાહત એ છે કે મંકીપોક્સ વાયરસથી મૃત્યુ દર સામાન્ય રીતે ખૂબ જ ઓછો છે અને અત્યાર સુધી કોઈ પણ દેશમાં આ રોગથી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
જે દર્દીઓને વાયરસનો ચેપ લાગે છે તેમને પહેલા તાવ આવે છે. આ પછી, તેના શરીર પર શીતળા જેવા ફોલ્લીઓ દેખાઈ શકે છે. લસિકા ગાંઠોમાં સોજો પણ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે મંકીપોક્સ રોગ શીતળા, ઓરી, ખંજવાળ જેવા રોગોથી જુદો જ છે. આ રોગના લક્ષણો સામાન્ય રીતે છે- તાવ, માથાનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, નબળાઇ, લસિકા ગાંઠોમાં સોજો. મંકીપોક્સથી સંક્રમિત દર્દીઓમાં તાવ સામાન્ય રીતે 1 થી 3 દિવસ સુધી રહે છે. તે જ સમયે, મંકીપોક્સ માટે સેવનનો સમયગાળો 5 થી 21 દિવસનો હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.