ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે માથું ઉચક્યું છે. સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવી શકશે. રાજ્યમાં દિવસેને દિવસે ઢગલાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસનો સતત રાફડો ફાટી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી રહી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગેની તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.
સરકાર મોટા નિયંત્રણો નહિ લગાવવામાં આવે- સૂત્ર
સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવવામાં આવે. સુરતમાં જે તૈયારી કરાઇ છે તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં તો બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો સરકારનો કોઈ વિચાર નથી. શાળા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે.
શાળાઓ મુદ્દે લેવાઈ શકે છે આ મોટો નિર્ણય:
ગુજરાતમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન શાળાઓ શરુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં મોટો નિર્ણય લેવાઇ શકે તેમ છે. 10 જાન્યુઆરી પછી રાજ્ય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત રાખવું તે અંગે પણ આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખુબ જ વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કોરોનાના કેસો રાજ્યમાં નોંધાઇ રહ્યા છે. જે કેસોને જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા હોય તેવું આ કેસોને જોતા લાગી રહ્યું છે. વધતા કેસને મુદ્દે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન આજ સાંજ સુધીમાં બહાર પડી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયંત્રણો પણ લાદવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેના સમયમાં વધારો થઇને 10થી 5 વાગ્યા સુધી સવારે થઇ શકે છે.
રાજ્યમાં લાગુ થઇ શકે છે આ કડક નિયમો:
મેટ્રો શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અવધિ વધારી શકાય છે. ધોરણ એક થી આઠના વર્ગોને ઓનલાઇન કરી શકાય છે. તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે. આવનારા તહેવાર પર લાગી શકે છે ગ્રહણ. સામાજિક મેળાવડા પર લાગી શકે છે પ્રતિબંધ. થિયેટર અને પાર્ક થઇ શકે છે બંધ. ચાની કીટલી અને પાનના ગલ્લા પણ થઈ શકે છે બંધ. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. બ્યુટી પાર્લર 50% ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.