માં તે માં: લોકડાઉનમાં ફસાયો દીકરો તો માતાએ સ્કુટર પર 1400 કિમીનું અંતર કાપી ઘરે લઇ આવી

દેશમાં કોરોનાવાયરસ થી બચવા માટે ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે. દરેક રાજ્યોની પોલીસ પણ કડકાઈથી lockdown પાલન કરાવી રહી છે. આ દરમિયાન ફક્ત અતિ આવશ્યક વસ્તુઓ લાવવા લઇ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેલંગાણામાં માતાનું એક અનોખું રૂપ જોવા મળ્યું,જેણે પોતાના દીકરાને પાછો લાવવા ની જીદ પકડી અને lockdown ની પરવા ન કરતા સ્કુટી માં જવું કિલોમીટરનું અંતર કાપ્યું અને બુધવારે સાંજે દીકરા સાથે ઘરે પાછી આવી.

મહિલાનું નામ રજિયા બેગમ છે.રજિયા સોમવારના સવારે સાનિયા પોલીસની પરમિશન લઇને સ્કુટી લઈને એકલા આંધ્ર પ્રદેશ માટે નીકળી ગઈ.તેણે જણાવ્યું કે એક મહિલા માટે નાના ટુ-વ્હીલર પર આ સફર સહેલો ન હતો પરંતુ દીકરાને પાછો લાવવા ની મારી ઇચ્છા શક્તિ આગળ આદર પણ ગાયબ થઈ ગયો. મેં રોટલીઓ પેક કરી અને નીકળી પડી. રાત્રે કોઈ ટ્રાફિક નહીં રોડ ઉપર કોઈ લોકો નહીં એ ડરાવે જરૂર છે પરંતુ હું મારા માર્ગ પર અડગ રહી. રજિયા હૈદરાબાદ થી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર નિઝામાબાદ માં એક સરકારી સ્કૂલમાં નોકરી કરે છે. 15 વર્ષ પહેલા તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. તેના બે દીકરા છે. મોટો દીકરો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને બીજો ૧૯ વર્ષનો નિઝામુદ્દીન ભણતર કરી રહ્યો છે અને તે ડોક્ટર બનવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *