હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના જામનગરની યોગેશ્વરધામ સોસાયટીમાં રંગીન મિજાજી લોકોની માટે મહિલાઓએ શરીર સુખ માણવા માટે વ્યવસ્થા કરીને વિવિધ વિસ્તારમાંથી રૂપલલનાઓ બોલાવીને ભાડાના મકાનમાં ગોરખધંધો શરૂ કર્યો હતો.
જ્યાં પોલીસ દ્વારા દરોડા પાડતા 2 મહિલા સહિત 4 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. જામનગરમાં યોગેશ્વર ધામ સોસાયટીમાંથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં હોબાળો મચી જવા પામ્યો છે. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને કુટણખાનુ ચલાવતી 2 મહિલાઓ તેમજ 2 પુરુષો સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
જામનગરના SP દિપેન ભદ્રન તેમજ શહેરના ASP નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ ctc ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ ગાધેની રાહબરીમાં PSI આર.એલ.ઓડેદરાએ મહિલા PSI તથા પોલીસનાં કાફલાની સાથે રાખીને ડમી માણસ મોકલીને કૂટણખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા.
કુટણખાનામાંથી ગુલઝાર ઉર્ફે પૂજા તથા નબીરા ઉર્ફે નરગીસ નામની 2 મહિલાની ઉપરાંત તેમાં મદદ કરનાર દેવભૂમિ દ્વારકાના સબીર રજાક ભાઈ બુખારી તથા નદીમ ઇશાકભાઇ જુણેજા એમ 4 લોકોની અટકાયત કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાડે મકાન રાખી મહિલાએ આદર્યો ગોરખ ધંધો:
જામનગરની ખોડીયાર કોલોની નજીકની યોગેશ્વરધામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું છે. આ મકાન મહિલા દ્વારા ભાડે રાખીને છેલ્લા થોડા દિવસથી ગોરખ ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. સતત રંગીન મિજાજીઓની અવર જવરને લઈ સ્થાનિકો અસ્તત્રસ્ત થઇ ગયા હતા તેમજ આ અંગેની પોલીસ મથક સુધી જાણ થતાંની સાથે જ પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે જ ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ
પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ કુટણખાનું ચલાવતી 2 મહિલાઓ તેમજ 2 પુરુષો સહિત 4 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરીને તેઓ પાસેથી 3,400 રૂપિયાની રોકડ રકમ, કોન્ડમ, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે.
મળેલ બાતમીને આધારે સીટી-C ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડવામાં આવ્યા હતા. એક પુરુષ ગ્રાહકને 500 રૂપિયાના દરની 2 ચલણી નોટોની સાથે પોલીસે કૂટણખાનાના સંચાલક મહિલા પાસે મોકલ્યો હતો તેમજ તે રકમ મારફતે રહેણાંક મકાનની અંદર હાજર રખાયેલ યુવતી સાથે દેહ વિક્રિય માટે વ્યવસ્થા કરી આપી હતી.
જેઓની પાસેથી ગ્રાહકે મોકલેલ હજાર રૂપિયાની રકમ તથા અન્ય પુરુષ ગ્રાહકોની પાસેથી મેળવેલ રકમ 2 નંગ કોન્ડોમની ઉપરાંત ચાર નંગ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આની ઉપરાંત આ દરોડા વખતે કુટણખાનામાં એક જામનગરની પરિણીતા તથા મહારાષ્ટ્રથી આવેલી એક પરિણીત યુવતી મળી આવી હતી.
જેને લીધે પોલીસ દ્વારા બંને મહિલાઓને સાક્ષી તરીકે રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડાને લઇ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.