ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીએ કરેલ દાવા અનુસાર તાંબા મિશ્રિત ધાતુ અને તાંબુ કોરોના વાયરસને નષ્ટ કરી શકે છે. કોરોના વાયરસ એ તાંબાની ધાતુ પર સૌથી ઓછા સમયની અંદર જ નષ્ટ થઇ જાય છે. જમીન સ્તરની તુલાને તાંબાના વાસણો કે વસ્તુ અને અન્ય ધાતુ પર કોરોના વાયરસ થોડા સમય માટે જ ટકી શકે છે.
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીએ એવું રીસર્ચ કર્યું છે કે, તાંબા પર કોરોના વાયરસ ફક્ત બે જ મીનીટમાં નષ્ટ પામે છે. તાંબુ એકમાત્ર એવું એક ધાતુ છે જેમના સંપર્કમાં જો બેક્ટેરિયા કે વાયરસ આવે તો થોડા સમયની અંદર જ તેમને નષ્ટ કરી દે છે. તાંબામાં એન્ટિ માઇક્રોબિયલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે વાત પ્રમાણિત છે. જેમની સાથે તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
તાંબાના કારણે થતા અનેક ફાયદા:
તાંબા અને પિત્તળની ધાતુને પવિત્ર અને શુદ્ધ ગણવામાં આવે છે. રાત્રી દરમિયાન તાંબાના વાસણમાં રાખેલું પાણી વહેલી સવારે નરણે કોઠે પીવાથી અનેક રોગોથી બચી શકીએ છીએ. તાંબા ધાતુના વાસણના પાણીનો ઉપયોગ આરોગ્યપ્રદ રીતે સાબિત થયો છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાને કારણે લિવરને ફાયદો થાય છે.
પિત્તળનાં વાસણમાં બનાવવામાં આવેલું ભોજન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમને લઈને શરીર સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવાને કારણે એન્ટિ ઈન્ફલેમેટરી, એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ કેન્સરના ગુણો વધી જાય છે. તાંબાના વાસણોની સફાઈ સમયસર થવી ખુબ જ જરૂરી છે અને જો તેમની સફાઈ ન કરવામાં આવે તો તાંબામાં રહેલ પાણી આપણા શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાંબાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણવામાં આવેછે. તાંબાનાં વાસણનું પાણી શરીરને ખુબ જ ફાયદો કરે છે. તાંબાના વાસણમાં ભરેલું પાણી નિયમિત પીવાથી શરીરમાં વધેેલી ચરબીમાં ઘટાડો થવા લાગે છે. જેમને લીધે શરીર સ્વસ્થ અને ઊર્જાવાન બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.