સમગ્ર રાજ્યમાં કોરોનાનો આંકડામાં ધીમે-ધીએ ઘટાડો થઈ રહ્યો છે. આની ઉપરાંત લોકોને નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર અને પોલીસતંત્ર પણ કડકપણે કામગીરી કરી રહ્યું છે. કોરોના મહામારીની વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે.
જેને કારણે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસે 9 તથા 10 ડિસેમ્બરનાં રોજ સમગ્ર રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી કુલ 2.42 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આની ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 1,071 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતાં. આની ઉપરાંત કુલ 1,566 વાહનો જપ્ત પણ કરી લેવામાં આવ્યાં હતાં.
9-10 ડિસેમ્બરે રાજ્યમાં પોલીસે 2 કરોડથી પણ વધારે રકમ દંડ પેટે વસૂલી:
પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન ન કરનાર લોકોની પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં માસ્ક ન પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર કુલ 12,240 લોકો પાસેથી કુલ 1,21,92,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આની ઉપરાંત કર્ફ્યુ ભંગ તથા MV અંતર્ગત 207ની જોગવાઈઓના ભંગ બદલ કુલ 761 વાહનો જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. આની ઉપરાંત 10મી ડિસેમ્બરનાં રોજ જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર કુલ 12,344 વ્યક્તિઓ પાસેથી કુલ 1,22,87,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદમાં માત્ર 8 મહિનામાં માસ્ક ન પહેરનાર કુલ 2.78 લાખ લોકો વિરુદ્ધ કેસ:
અમદાવાદ શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને પકડવા માટે પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા માત્ર 8 મહિનામાં માસ્ક વિના ફરતા કુલ 2.78 લાખ લોકોની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે તેમની પાસેથી કુલ 14.89 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આની સાથે જ લોકોને માસ્ક ફરજિયાત પહેરવાના નિયમનું પાલન કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ દ્વારા પ્રયત્ન કરી રહ્યું છે. જો કે, દંડાત્મક કાર્યવાહી કરવાં છતાં લોકો માસ્ક ન પહેરતા હોવાનું દંડની રકમ તથા નોંધાયેલા કેસના આધારે જણાવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle