ચાલકે કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાઈને દસ ફૂટ દુર પડ્યું- જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ

ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh) જીલ્લાના કેશોદ(Keshod) તાલુકામાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. રસ્તા પર જઈ રહેલા એક્ટિવા ચાલકે ચાલુમાં જ કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાય ગઈ હતી અને એકટીવા દસેક ફૂટ દૂર ઉલળીને પડ્યું હતું. સમગ્ર અકસ્માત(Accident)ની ઘટના હાઈવે પર લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જૂનાગઢના કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ નજીકથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવિંગ પરથી કાબૂ ગુમાવી દેવાને કારણે એક્ટિવા રસ્તાની સાઈડમાં ઉતરી જવા પામ્યું હતું અને હવામાં ફંગોળાય ગયુ હતું અને ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર સુધી એક્ટિવા ફંગોળાઈને પડ્યું હતું. અકસ્માત અંગેની ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

અકસ્માતના લીધે ત્યાં રહેલા અન્ય રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે ગમખ્વાર અકસ્માત છતાં ચાલકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના હાઈવે પર લાગેલ એક સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *