ગુજરાતના અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાનાં ખજૂરી પીપરિયા ગામે મહેશભાઈ ભુવા જેઓ હાલ સુરત રહે છે અને મૂળ ખજૂરી પીપરિયા ગામના વતની છે. એમની સાથે સંકલન કરીને મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ સુરત સ્થાયી છે એવા ડો.હરેશભાઇ ઇટાળીયા (મૂળ વતન ભીંગરાડ), ડો. મિતુલભાઈ ઘેવરિયા (મૂળ વતન કોબડી) અને હિંમતભાઈ કાનાણી (મૂળ વતન આંસોદર) એ ખજૂરી પીપરીયા ગામે સવારે 9 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી ગ્રામજનો માટે પોતાના ખર્ચે કેમ્પ યોજ્યો હતો. જેમાં જરૂરી મેડિસિન અને મેડિકલ ઇકપિવમેન્ટ પોતે એમના ખર્ચે લઈને જ આવેલા હતા.
ડો. હરેશભાઈ ઇટાળીયા પોતે સુરતમાં ચીકુવાડી વિસ્તારમાં શિવમ કલીનીક નામથી પોતાનું ક્લીનિક ચલાવે છે, ડો. મિતુલભાઈ ઘેવરિયા પણ નોકરી કરે છે એ છોડી અને હિંમતભાઈ કાનાણી પોતાની ઓફિસ બંધ કરીને સૌરાષ્ટ્રમા વતન નું ઋણ ચૂકવવા માટે આવેલ છે.
આ કેમ્પ મા ગ્રામજનો એ ખૂબ સારી રીતના જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવીને સહયોગ આપીને પોતાનું ચેકઅપ કરાવ્યું હતું અને જેમને સામાન્ય તાવ, શરદી, ઉધરસ હતી એમને પોતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું અને જેમને કોરોના ના લક્ષણ હતા એવા 170 થી વધુ ગ્રામજનોને તપાસી અને જરૂરી મેડિસિન સુરત થી આવેલી ટીમે આપી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ખૂબ જ હૂંફ આપીને સમજાવીને ડોકટરની આ ટીમે ગ્રામજનોને કોરોના વેકશીન લેવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું અને ગ્રામજનોને કોરોના બાબતે જાગૃત કર્યા હતા અને એની સામે લડવા માટે પ્રેરક બળ પૂરું પાડ્યું છે. મહેશભાઈ ભુવા દ્વારા યોજવામાં આવેલ આ કેન્પ એક ઉતમ ઉદાહરણરૂપ કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.