ભાભીના પ્રેમમાં પાગલ દિયરે માથામાં ત્રિકમ મારીને કરી સગા ભાઈની હત્યા

ઘણીવાર રાજ્યમાંથી હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. હલ્માંથી પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.ભરૂચમાં આવેલ સોનતલાવડી વિસ્તારમાં રહેતાં શખ્સને આણંદમાં રહેતાં એનાં પિતરાઇ ભાઇની પત્નીની સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતાં. ભાભીને મેળવવા માટે પિતરાઇ ભાઇને નવી બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાને બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો.

એણે PWDની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને મૃતદેહને દાટી દઇને પુરાવાનો નાશ કર્યો હતો. મૃતકની પત્નીએ ભરૂચ-A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસની પુછપરછમાં ભાંગી પડેલ હત્યારા ભાઇએ હત્યાનાં ષડયંત્રની કબુલાત કરતાં મર્ડર મીસ્ટ્રીનો ચોંકાવનાર ખુલાસો કર્યો હતો.પોલીસે ઘટનાનાં કુલ 38 દિવસ પછી જગ્યા પર જઇને JCBથી ખાડો ખોદતાંની સાથે જ કંકાલ મળી આવ્યુ હતું.

ભરૂચમાં આવેલ સોનતલાવડી વિસ્તારમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકનાં આણંદ ખાતે રહેતાં પિતરાઇભાઇ માનસંગ દેવીપુજકની પત્ની મંજુની સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતાં. આ દરમિયાન એણે ઘણીવાર મંજૂને તેના પતિને છોડી પોતાનાં ઘરે આવી જવાં માટે જણાવ્યું હતું. જો, કે મંજુએ એને ઇન્કાર કર્યો હતો. અરસામાં લોકડાઉનમાં મંજૂનાં પતિ મફતે એની બાઇક વેંચી નાંખી હતી.

ત્યારબાદ નવી બાઇકની ખરીદી કરવાં માટે એણે સંજયની પાસે પૈસાની માંગણી કરતાં સંજયે એને ભરૂચ બોલાવ્યો હતો. જેને કારણે 26 જૂલાઇનાં રોજ મફત સંજયની પાસે પૈસા લેવાં માટે આવ્યો હતો. જો, કે ત્યારપછીથી એનાં કોઇ સગડ જ મળ્યાં ન હતાં. કુલ 1 માસ સુધી મફત ઘરે પાછો ન આવતાં તેનાં સંબંધીઓ દ્વારા મંજુને પોલીસ ફરિયાદ કરવાં માટે દબાણ કરતાં એણે ભરૂચ-A ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે ઘનિષ્ઠ પૂછતાછ કરતાં સંજયે મફતની હત્યા કરીને મૃતદેહને દાટી દીધી હોવાંની કબૂલાત કરવામાં આવી હતી. હત્યા અંગે મૃતકની પત્ની મંજુને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાનાં કુલ 3 દિવસ પછી પતિની તપાસ કરવાં માટે ગયેલ પત્નીને સંજયે હત્યાની જાણ કરી મંજુ, એનો ભાઇ કમલેશ તેમજ ભાભી ગીતાને પણ ધમકી આપવામાં આવી હતી.

A-ડિવિઝન પોલીસમથકમાં સંજયે બતાવેલ સ્થળે JCB વડે ખોદાવતાં મૃતકની ખોપડી, પાંસળી, કરોડરજ્જૂ, હાથ-પગ સહિત ઘણાં અવશેષો મળી આવ્યાં હતાં. જેને કારણે પોલીસે મૃતદેહનાં અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતાં એના માથામાં ઇજાને લીધે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે સંજયની ધરપકડ કરીને કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

27 જૂલાઇનાં રોજ આણંદનો મફત ભરૂચમાં રહેતાં એનાં પિતરાઇ ભાઈ સંજયનાં ઘરે આવ્યો હતો. સંજય રાત્રીનાં 1 વાગ્યાની આજુબાજુ મફતને દારૂ પિવાને બહાને નર્મદા માર્કેટ નજીકથી PWDની અવાવરૂં જગ્યાએ લઇ ગયો હતો. દારૂ પીધા પછી એમની વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. સંજયે પૂર્વયોજિત કાવતરાનાં ભાગરૂપે મૂકી રાખેલ ત્રિકમ પિતરાઇ મફતનાં માથામાં મારી દીધી હતી.

મફત લોહીલુહાણ સ્તિથીમાં ઢળી પડ્યો હતો. પિતરાઇ મફતની હત્યા કર્યા પછી સંજયે આ ત્રિકમ વડે જ ખાડો ખોદીને મફતનાં મૃતદેહને દફનાવી દીધો હતો. ત્યારબાદ ઘરે આવીને સૂઇ ગયો હતો.પૂછપરછમાં ઘટસ્ફોટ થતાં પોલીસે JCB ને લઇને અવાવરુ જગ્યાએ જઇ ખાડો ખોદાવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *