Nadiad News: રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. તેમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદે ક્યાંક ને ક્યાંક વેચાણ થતું હોય તેવી માહિતી મળતી હોય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરી કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ચાઇનીઝ દોરીએ નડિયાદમાં એક યુવતીનો ભોગ( Nadiad News) લીધો છે.
25 વર્ષની યુવતીનું ગળુ ચાઇનીઝ દોરીથી કપાયું
નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર ચાઈનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. એક્ટિવા પર જતી યુવતીના ગળાના ભાગમાં ચાઇનીઝ દોરી આવતા તેનું મોત નીપજ્યું છે. જેની ઉમંર આશરે 25 વર્ષ હતી, યુવતીના કમકમાટી ભર્યુ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બાલાસિનોરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ઝડપાયું
મહીસાગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા લોકોને SOGએ પકડી પાડ્યો છે. બાલાસિનોરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા અબ્દુલ સમદ ખાનની પોલીસે ધરપકડ પણ કરી છે. મળતી માહિતી અનુસાર, ચાઈનીઝ દોરીની 59 ફિરકી સહિત 16 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
બોટાદમાં ચાઈનીઝ દોરી સાથે આરોપી ઝડપાયો
તો બીજી બાજુ બોટાદમાં પણ LCBએ ટાટમ ગામેથી ચાઈનીઝ દોરી સાથે આરોપી પકડી પાડ્યો છે. અજીત શેખલીયા પાસેથી 6 ચાઈનીઝ રીલ પકડાઈ છે, જે મુદ્દામાલને કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube