નારોલ(ગુજરાત): ભર બપોરે નારોલ વિસ્તારમાં એક યુવકે પડોશન ઘરમાં ઘૂસીને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જો કે સગીરા સગર્ભા થયા પછી ખબર પડતા તેની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા મજૂરી કામે ગઇ હતી. એપ્રિલ માસમાં બપોરે ઘરે પરત આવી ત્યારે તેમની 15 વર્ષની દિકરી રસોડામાં સૂનમૂન બેઠી હતી. માતાએ તેની પૂછપરછ કરતાં તેણે ઇશારો કરતાં માતાએ ખાટલા નીચે છૂપાયેલા યુવકને ખેંચીને બહાર કાઢ્યો હતો, આ સમયે મહિલાએ કન્ટ્રોેલમાં ફોન કરીને પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ આરોપીએ સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવીથી સગીરા કોઇ પણ જાતની રજુઆત કરી ન હતી.
બીજી તરફ તાજેતરમાં સગીરા સગર્ભા બની હોવાની જાણ થતાં તેની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક વિરુધ ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે પોલીસે આરોપી વિરુધ પોક્સો સહીતની કલમ હેઠળ ગુનો નોધીને તપાસ કરતાં પડોશી યુવકે એકલતાનો લાભ લઇને સગીરા સાથે 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ યુવકે આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.