સુરત(ગુજરાત): ફરી એકવાર સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પાંડેસરા પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. સુરતના સહેજ ઇન્ડરસ્ટ્રીયનો એક વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ચાની દુકાન સામે સિગરેટને લઈની અસામાજિક તત્વો ચાકુ અને લાકડાના ફટકા બતાવી દાદાગિરી કરી રહ્યા છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલ સહેજ ઇન્ડરસ્ટ્રીયલમાં ૩થી ૪ લૂખાતત્વો અચાનક હથિયારો સાથે આવી ચડ્યા અને દાદાગીરી કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાના ત્યાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજમાં કેપ્ચર થઇ ગઈ હતી. હાલમાં આ વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. આ વિડિઓ જોઈ પાંડેસરા પોલીસ કાર્યવાહી કરશે કે નહિ તે જ જોવું રહ્યું…
સુરતમાં દિવસેને દિવસે હત્યાખોરો બેફામ બની રહ્યા છે, ત્યારે પોલીસ શું કરી રહી છે? લોકોમાં ડર વધતા અનેક સવાલો ઉભા થયા છે. શું ગૃહમંત્રીના શહેરમાં આમ જ ખુલ્લેઆમ જાહેરમાં લૂખાતત્વો દાદાગિરી કરતા રહેશે? ઘણા વિસ્તારોમાં લોકો ઘરની બહાર જતા પહેલા સો વાર વિચાર કરી રહ્યા છે. ક્યાં સુધી સામાન્ય જનતાને અસામાજિક તત્વોના ડરથી ઘરમાં પુરાઈ રહેવું પડશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.