પાટણના ઊંઝા હાઇવે પર મોડી રાત્રે બેકાબૂ ટ્રકે બાઇકચાલકને લીધો અડફેટે- મોતનો live વિડીયો કેમેરામાં કેદ

દરરોજ ૨-૩ માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થતો જઈ રહ્યો છે.

પાટણના ઊંઝા હાઇવે પર મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે બાઇકચાલકને અડફેટે લીધો હતો. સર્કલ નજીક ઊભેલા બાઈકસવાર જીવ બચાવવા માટે બાઈક મૂકી દોડ્યો હતો પણ મોત તેને આંબી ગયું હતું. આ ઘટનાના શોકિંગ CCTV સામે આવ્યા છે કે, જેમાં પલભરમાં એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવી દીધો હતો. અકસ્માત પછી ટ્રકચાલક ભાગી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમૂલ ડેરીએ જવા નીકળ્યો હતો:
શહેરના ઊંઝા-પાટણ હાઇવે  નજીક કાંસા ગામનો બાઈકસવાર અજય ચૌધરી ઊભો હતો. અજય ધારપુર હાઇવે પર આવેલ અમૂલ ડેરીએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન ઊંઝા ત્રણ રસ્તા નજીક રાત્રિના સમયે સિદ્ધપુર હાઇવે બાજુ જઈ રહેલ પથ્થરથી ભરેલ ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા નજીક ઊભેલા અજયને કચડી નાખ્યો હતો.

જીવ બચાવવા દોડ્યો, પણ ટ્રક ફરી વળી
અજયને જેવો આભાસ થયો હતો કે, ટ્રક એની બાજુ આવી રહી છે જેથી તે બાઇક મૂકીને જીવ બચાવવા માટે દોડ્યો હતો પણ પલભરમાં જ ટ્રક તેની પાસે આવી ગઇ હતી તેમજ તેના પર ફરી વળી હતી. ટ્રક નીચે કચડાઈ જવાને લીધે અજયનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. અકસ્માત થયો હોવાની જાણ થતાંની સાથે જ ત્યાંથી પસાર થતા લોકો યુવકની મદદે આવી પહોંચ્યા હતા પણ મોડું થઇ ગયું હતું. બનાવ અંગેની જાણ કરવામાં આવતાં પોલીસ પહોંચી હતી તેમજ ટ્રકચાલકને પકડવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સામેથી આવતા ડમ્પરને લીધે ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો:
અકસ્માતના જે CCTV સામે આવ્યા છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, પૂરપાટ ઝડપે આવતી ટ્રકની સામે અચાનક એક ડમ્પર આવી ગયું હતું, જેને લીધે ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો હતો તેમજ રોડની બાજુમાં બાઈક લઇને ઊભેલા અજયને ટ્રકચાલકે અડફેટે લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *