ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક આશ્વર્યજનક ઘટના સામે આવી રહી છે. હાલમાં વિદ્યાનગર મેઈન રોડ રાજકોટમાં આવેલ ડો.ઠક્કરની હોસ્પિટલમાં એક અજીબ ઘટના સામે આવી હતી. રાજકોટના માત્ર 6 વર્ષીય આર્યન હિતેશભાઈ ચૌહાણના નાકમાં કુલ 5 મહિનાથી બેટરી સેલ ફસાઈ ગયો હતો.
એના પિતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5 મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી. એની જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું તેમજ બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો થતો હતો. ઘણીવાર દવાઓ લેવા છતાં ફરક ન જણાતા હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા જાણ થઈ કે, એના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલ છે. જેથી ઓપરેશન કરતા બેટરી સેલ નીકળ્યો હતો.
આર્યને રમતા રમતા બેટરી સેલ નાકમાં નાખી દીધો હતો. બાળકના પિતા હિતેશભાઈએ જણાવતાં કહ્યું હતું કે, આજથી અંદાજે 5 મહિના અગાઉ આર્યને રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો. જેને કારણે તબીબે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરીને કુલ 5 મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલ બેટરી સેલ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપીને બાળકનો જીવ બચાવી લીધો હતો.
બેટરી સેલમાંથી નીકળતા કેમિકલ નાકની અંદર રહેલ પડદાને નુકસાન પહોંચાડતું :
ડો.ઠક્કરના જણાવ્યા પ્રમાણે આ કેસની વિકટ સ્થિતિ એ હતી કે, બાળકની ઉંમર ફક્ત 6 વર્ષની છે. બેટરી સેલ જેવી ખૂબ જ જોખમી વસ્તુ કે, જે ગણતરીના કલાકોમાં જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ નાકના પડદાને અને અંદરની ચામડીને ખુબ હાની પહોંચાડે છે.
જેને લીધે બાળકના જીવનું જોખમ ઉભું કરે છે. કુલ 5 મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલ સેલને કાઢવામાં પણ તકલીફ પડે છે. કારણ કે, તે નાકની અંદર આજુબાજુની ચામડી સાથે ચોંટી ગયો હતો. જે આપણને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે.
સામાન્ય બાબત ગંભીર પરિસ્થિતિમાં બદલાઈ જાય છેઃ તબીબ
આવી પરીસ્તિથીમાં તબીબની સમયસૂચકતાથી તથા કુનેહપૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બાળકના નાકમાં કુલ 5 મહિનાથી ફસાયેલ બેટરી સેલને કાઢી આપી બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ તબક્કે તબીબે કહ્યું હતું કે, નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે, બાળક શેનાથી રમી રહ્યું છે? શું મોઢામાં અથવા તો નાકમાં નાખે છે. કેમ કે, ક્યારેક સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિમાં બદલાઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle