રાજકોટમાં હેવાનિયતની તમામ હદો પાર કરી પતી, પત્નીના ગુપ્તભાગે બચકા ભરી શારીરિક સંબંધ બાંધતો અને…

Published on: 12:06 pm, Thu, 24 June 21

પતી-પત્નીના સંબંધને હચમચાવી નાખતો કિસ્સો હાલ ગુજરાતના રાજકોટ માંથી પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં નરાધમ પતિએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી છે. શરીરસુખનો ભોગી પતિ દરરોજ દારૂ પીને ઘરે આવતો હતો અને પત્ની પર હેવાનિયત આચરતો હતો. જાણવા મળ્યું છે કે, આ હવસખોર પતી પત્નીના ગુપ્તભાગ પર ઉપર બચકા પણ ભરતો હતો. પતીની આ હરકતથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આથી ગંભીર હાલતમાં પત્નીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. જોકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા નરાધમ પતિની ધરપકડ કરવામાં આવી છે.

અશ્લીલ વીડિયો બતાવી પતિ શારીરિક સંબંધ બાંધતો હતો- પીડિતા
નરાધમ પતિ પર આક્ષેપ કરતાં પત્નીએ જણાવતા કહ્યું હતું કે, ‘મારો પતિ અવારનવાર મને અશ્લીલ વીડિયો બતાવી, તે પ્રમાણે શરીરસુખ માણવા માટે મારી સાથે જબદરસ્તી કરતો હતો. અને જો હું એમ ન કરૂ તો મને બેફામ મારઝૂડ કરતો હતો અને આ કારણે કંટાળીને મેં આ પગલું ભર્યું હતું. મહિલાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે નરાધમ પતિની ધરપકડ કરી હતી. પીડિતાએ તેની સાસુ અને નણંદ પર પણ ત્રાસના આક્ષેપો કર્યા છે.

પરિણીતાએ આ પહેલા પણ બે લગ્ન કાર્ય હતા અને આ ત્રીજા લગ્ન હતા
આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ શીતલ(નામ બદલાવ્યું છે)એ જણાવતા કહ્યું હતું કે, 17 વર્ષની ઉંમરે મારા પ્રથમ લગ્ન આંબેડકરનગરમાં રહેતાં રમેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. થોડો સમય લગ્ન જીવન સારી રીતે ચાલ્યા બાદ રમેશ બીજી યુવતીને લઈને ભાગી ગયો હતો. આ પછી તેના બીજા લગ્ન ઉપલેટાના માંડાસણ ગામે રહેતા કમલેશ (નામ બદલાવ્યું છે) સાથે થયા હતા. પરંતુ કમલેશ દારૂ પીને મારકૂટ કરતો હોવાથી કમલેશ સાથે પણ મેં છૂટાછેડા લીધા હતા.

આ સાથે સાથે જ પીડિતાએ જણાવતા કહ્યું કે, બીજા છૂટાછેડા થયા બાદ કાલાવડ રોડ પર આવેલા ભીમનગર-7માં રહેતાં ચંદુ (નામ બદલાવ્યું છે) સાથે મારા ત્રીજા લગ્ન થયા હતા. લગ્ન થતાંની સાથે જ ચંદુએ ચિત્ર-વિચિત્ર માંગણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. 15 દિવસ પહેલાં જ ચંદુએ દારૂ પીને શરીરસુખ માણતી વખતે ગુપ્તભાગ પર બચકા ભર્યા હતા. જેના કારણે અસહ્ય દુ:ખાવો થતા મેં તેને ડોક્ટર પાસે લઈ જવા કહ્યું હતું. પરંતુ તેણે ડોક્ટર પાસે સાથે આવવાની સ્પસ્ટ ના પાડી દીધી હતી. પીડા સહન ન થતાં મેં એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યારે ચંદુએ મને કહ્યું હતું કે, ‘જો તું ડોક્ટરને એમ કહેશે કે તેણે તેને બચકાં ભર્યા છે તો, ઘરમાં આવવા દેશે નહિ’

લગ્નના ૧૨-૧૨ વર્ષ વીત્યા છતાં પતિની હરકતમાં કોઈ સુધારો નહીં…
સારવારમાં મોડું થતા પત્નીની પીડામાં વધારો થયો હતો અને ગુપ્તભાગ પર રસી થઈ હતી. તેમછતાં પતીને પત્નીની કઈ પડી નહોતી અને તેમછતાં પતીએ હત્યાચાર ગુજારવાનું ચાલુ જ રાખ્યું હતું અને કંટાળીને પત્નીએ ફીનાઈલ ગટગટાવી લીધું હતું. પત્નીએ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, લગ્નના ૧૨ વર્ષ વીતી ગયા હતા પરંતુ તેમની હરકતો દિવસેને દિવસે વધારે ખરાબ થઇ રહી હતી. દરરોજ દારૂ પીને ઘરે આવતો અને મારી અને મારા બાળકો સાથે મારામારી કરતો હતો. અને ક્યારેક ક્યારેક તો એમ પણ કહેતો હતો કે, ‘હવે તારામાં મજા નથી આવતી, હાડકા લાગે છે.’ આ અંગે મેં મારી સાસુ અને નણંદને પણ ફરિયાદ કરી હતી પરંતુ તેઓએ પણ કોઈ કાર્યવાહી નહોતી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.