રાજકોટમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી ટીકડા ખાઇ ટૂંકાવી જિંદગી- દહેજને લઈને મેણાંટોણાં મારી કરતા હતા હેરાન 

Wife dies due to torture by in-laws in Rajkot: રાજકોટમાં પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં મોચી બજાર પાસે તિલક પ્લોટમાં માવતરના ઘરે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આ દરમિયાન પરિણીતા પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં પતિ સહીતના સાસરિયાઓએ દહેજ, ઘરકામ બાબતે મેણાટોણા મારતા હોય તેનાથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું લખ્યું છે.(Wife dies due to torture by in-laws in Rajkot) આ મામલે પરિણીતાના પિતાએ જમાઈ સહિત સાસરિયા સામે ફિરયાદ નોંધાવી છે.

રાજકોટ શહેરનામાં મોચી બજાર પાસે તિલક પ્લોટ શેરી નંબર 1માં માવતરના ઘરે રહેતી 30 વર્ષીય રીના પ્રદીપભાઈ વાણીયા નામની પરિણીતાએ ગત તા.17.12.2023ના રોજ રાત્રે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગયો હતો.(Wife dies due to torture by in-laws in Rajkot) પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિણીતા બે બહેન અને એક ભાઈના પરિવારમાં મોટી હતી. 6 માસ પૂર્વે તા.8.5.2023ના રોજ થોરાળાના વિજયનગરમાં રહેતા પ્રદીપ કરસન વાણીયા સાથે તેના લગ્ન થયા હતા.

પરિણીતાએ દવા ખાધા બાદ પિતાને ચિઠ્ઠી મળી
પરિણીતાના પિતા મનુભાઈ નાથાભાઈ સોલંકીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં પોતાની દીકરીના પતિ પ્રદીપ કરશનભાઈ વાણીયા, સાસુ પ્રભાબેન, નણંદ ટીનુ અને તૃપ્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના પિતા મનુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 17.12.2023ના રાત્રિના 8.30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે રસોડામાં તેમની દીકરી રિના અચાનક ઉલટી કરવા લાગતા તેને આ બાબતે પૂછતા કઈ જવાબ આપ્યો નહોતો. દરમિયાન અહીં કપડાની એક થેલી પડી હોય તે ચેક કરતા તેમાં ઘઉંમાં મૂકવાની ઝેરી પડીકી હોય જેથી રીનાએ ઝેર(Wife dies due to torture by in-laws in Rajkot) પીધાનું માલુમ પડ્યું હતું.

ઘરકામ અને દાગીના ઓછા લાવી કહી પરિણીતાને મેણા મારતા હતા સાસરિયા
ત્યાર બાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અંતિમવિધિ થઈ ગયા બાદ મનુભાઈને તેમની દીકરી કોમલે વાત કરી હતી કે, રીનાએ લખેલી ચીઠ્ઠી આજે સવારમાં તેના કપડામાંથી મળી આવી હતી. જેમાં પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસનો ઉલ્લેખ હતો. મનુભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, તેમની દીકરીને પતિ પ્રદીપ, સાસુ પ્રભાબેન અને બંને નણંદ મેણા ટોણા મારતા હતા. તારા પિયરથી આણામાં કપડાં તેમજ દાગીના ઓછા આપ્યા છે. તને રસોઈ કામ આવડતું નથી તું પાગલ છો. આ વાત દીકરીએ માતા-પિતાને કરતા તેને ઘરસંસાર ન બગડે તે માટે દીકરીને સમજાવી પરત મોકલી દેતા હતાં.

પરિણીતાના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો
જોકે, ત્યાર બાદ દીકરી રીનાની તબિયત બગડતા તે પોતાના પિયર રેહવા માટે આવી હતી. અને ત્યારથી જ તે તેના પિયર માવતરના ઘરે જ રહેતી હતી. આ દરમિયાન તેણે સાસારિયાના ત્રાસથી આ પગલું ભરી લીધું હતું. આ અંગે રીનાના પિતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ પ્રદીપ સહિતના સામે આઇપીસીની કલમ 498(ક), 306, 114 અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *