ગુજરાતમાં વધુ એક સામુહિક આપઘાતનો પ્રયાસ: સુરતમાં એક જ પરિવારના 3 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા

Mass suicide attempt in Surat: સુરતના સચિન વિસ્તારમાંથી એક આશ્ચ્રર્યજનક બનાવ સામે આવ્યો છે. સચિનના પાલી ગામમાં એક મહિલાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર…

Mass suicide attempt in Surat: સુરતના સચિન વિસ્તારમાંથી એક આશ્ચ્રર્યજનક બનાવ સામે આવ્યો છે. સચિનના પાલી ગામમાં એક મહિલાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવતા ત્રણેય ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.(Mass suicide attempt in Surat) ત્રણેયની હાલત ગંભીર છે. તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત સચિન વિસ્તારના પાલી ગામની આ ઘટના છે. એક મહિલાએ પોતાના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. મહિલાના બીજા લગ્ન છે અને બાળકો પહેલા પતિના છે. બીજો પતિ અલગ રહે છે. મૂળ બિહારની 25 વર્ષીય મહિલા પાલી ગામમાં પોતાના એક દીકરા અને એક દીકરી સાથે રહે છે.

આ ઉપરાંત, મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ બે લગ્ન કર્યા છે. પહેલાં પતિના બે સંતાન છે, જેમાં પુત્ર (ઉં.વ.7) અને દીકરી (ઉં.વ.2) છે. બીજો પતિ સાથે રહેતો નથી.તેથી અનુ બંન્ને બાળકોને સાથે લઈને જ કામ પર જાય છે.પુત્ર અંકુશ વતન બિહારમાં અભ્યાસ કરતો હતો. જોકે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે બાળકોના અભ્યાસ માટે વતન પૈસા નહીં મોકલાવી શકતા અનુ પુત્રને સુરત લઈ આવી હતી.

પીડિતાએ જણાવ્યું હતું કે, પહેલા પતિનું ત્રણ વર્ષ પહેલાં કેન્સરમાં મૃત્યુ થયું હતું. બંન્ને બાળકો સાથે જિંદગી જીવવી અઘરી હતી. એક વર્ષ પહેલા સંદીપ સાથે બીજા લગ્ન કર્યા ત્યાર બાદ થોડા સમયમાં જ સંદીપ પણ વતન ગયા બાદ પાછો આવ્યો ન હતો. બંન્ને બાળકો સાથે મિલમાં કામ કરું છું છતાં બાળકોનું ભરણ-પોષણ કરવું અઘરું થઈ ગયું હતું. વધુમાં કહ્યું કે માતા-પિતા એ પણ દુઃખના સમયમાં સાથ છોડી દીધો છે. બોલવાનું બંધ કરી દીધું છે.

મંગળવારે રાતે કામ પરથી બાળકો સાથે ઘરે આવ્યા બાદ અનુએ દૂધમાં ઝેરી દવા નાંખી બન્ને બાળકોને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. આ અંગેની જાણ થતા પાડોશીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક 108ની મદદથી ત્રણેય ને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *