ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય તેવું આજના સમયે જોતા લાગી રહ્યું છે. કારણ કે, દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ જીવનનું અંતિમ પગલું ભરી રહ્યા છે. હજુ 2 દિવસ અગાઉ જ કોલેજની પરીક્ષા આપી વિદ્યાર્થીનીએ જિંદગી ટૂંકાવી હતી. ત્યારે હવે ચોટીલા(Chotila)ના ખેરાણા(Kherana) ગામે ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ શહેરમાં બોર્ડની પરીક્ષા શરુ થયાના પ્રથમ દિવસે જ સવારમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરીક્ષાના પહેલા જ દિવસે ઝેરી દવા પીધા પછી વિદ્યાર્થિનીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
આ સમગ્ર અંગે ચોટીલા પોલીસે કાગળો કરવા તજવીજ હાથ ધરી છે. ઘટના અંગેની વિગતો મુજબ, ચોટીલાના ખેરાણા ગામની રહેવાસી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તારીખ 28/03ના સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે 10 દિવસની લાંબી સારવાર બાદ તેનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહય છે. મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.
ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીની તારીખ 28/03ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પ્રથમ પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં ફેઈલ થઈશ તો એવા ડરને કારણે ઝેરી દવા પીધી હતી અને ત્યાર બાદ પિતાને કહ્યું હતું કે, પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેની સારવારમાં ગઈકાલે જ મૃત્યુ થયું હતું. હાલમાં દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.